કેસર કંટ્રોલ સિસ્ટમ્સનો ફાર્માસ્યુટિકલ સ્ટેબિલિટી ટેસ્ટિંગ સ્ટોરેજ ફેસિલિટીઝ અંગે સેમિનાર

અમદાવાદ, 9 ઓગસ્ટ: કેસર કંટ્રોલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે “Pharmaceutical Stability Testing Storage Facilities: Key Essentials” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્માસ્યુટિકલ અને લાઇફ સાયન્સિસ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો. સેમિનારનું માર્ગદર્શન ડૉ. સરનજીત સિંહ, પૂર્વ પ્રોફેસર અને હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ એનાલિસિસ, NIPER, મોહાલી દ્વારા આપવામાં આવ્યું હતું. ડૉ. સિંહે સ્ટેબિલિટી ટેસ્ટિંગ સ્ટોરેજ ફેસિલિટીઝ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પરિમાણો, નિયમનકારી અનુપાલન (Compliance Requirements) તથા શ્રેષ્ઠ પદ્ધતિઓ (Best Practices) અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કેસર કંટ્રોલ સિસ્ટમ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સ્ટેબિલિટી ટેસ્ટિંગ તથા સ્ટોરેજ ફેસિલિટીઝ માટેની આવશ્યકતાઓ અંગે તેમનું માર્ગદર્શન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે ખૂબ જ ઉપયોગી સંદર્ભરૂપ સાબિત થશે.” ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં Stability Testing અને Storage Compliance જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સુવ્યવસ્થિત જ્ઞાનની આપ-લે માટેની જરૂરિયાત સતત વધી રહી છે. ફાર્માસ્યુટિકલ ગુણવત્તા ખાતરી (Quality Assurance) માટે આ ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. “આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમોની અસરકારકતા તેઓ કેટલા વ્યાપક સ્તરે પહોંચે છે તેના પર નિર્ભર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)