ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ કરી
બેંગ્લોર, જુલાઇ, 2026: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે તાજેતરમાં તેની મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ કરીને વ્યાપક બેંકિંગ સોલ્યુશન્સ ઓફર કરવાની બેંકની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ઓફરિંગ ગ્રાહકોને સરળ અને ડિજિટલી સક્ષમ રોકાણનો અનુભવ પૂરો પાડવા માટે ડિઝાઇન કરાઇ છે, જેને ક્યુરેટેડ ફંડ વિકલ્પો, સરળ ઓનબોર્ડિંગ પ્રક્રિયા તથા સારા નાણાકીય આયોજન માટે ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સપોર્ટ મળે છે. આ પ્લેટફોર્મ ગ્રાહકોના લઘુત્તમ ઇનપુટ તેમજ ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને આરએમ દ્વારા દ્વારા મલ્ટી-ચેનલ એક્સેસ ઓફર કરે છે.
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રાહકોને રોકાણની વિશાળ શ્રેણી ઓફર કરવા માટે અગ્રણી એએમસી સાથે ભાગીદારી કરી છે.
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના રિટેઇલ લાયાબિલિટીઝ – ટીએએસસી એન્ડ ટીપીપીના વડા હિતેન્દ્ર ઝા એ કહ્યું હતું કે, “ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ખાતે અમે અમારા ગ્રાહકોને સુવિધાજનક અને પારદર્શક સંપત્તિ સર્જનની તકો દ્વારા સશક્ત કરવા માટે કટીબદ્ધ છીએ. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ વ્યાપક ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. સુવિધાજનક ડિજિટલ અનુભવ, વિવિધ ચેનલ ઉપર મ્યુચ્યુઅલ ફંડ ઓફરિંગ્સની વિશાળ શ્રેણી દ્વારા અમારો ઉદ્દેશ્ય રોકાણને સરળ બનાવવાનો તથા ગ્રાહકોને તેમના લક્ષ્યોને અનુરૂપ નાણાકીય બાબતોમાં માહિતીસભર નિર્ણય લેવામાં મદદરૂપ બનાવનું છે.”
