મુંબઈ, 4 ડિસેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.31,840.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,254.38 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.22,572.61 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,080ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,881 અને નીચામાં રૂ.63,080ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.359ના ઉછાળા સાથે રૂ.63,471ના ભાવે પહોંચ્યો હતો. આ સામે સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ.63,720 ખૂલી, ઉપરમાં રૂ.64,063ના રેકોર્ડ સ્તરને સ્પર્શી, નીચામાં રૂ.63,198 બોલાઈ, રૂ.63,433ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.188 વધી રૂ.50,908 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.6,196ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.63,202ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.78,590ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.78,590 અને નીચામાં રૂ.76,136ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.456ના ભાવઘટાડા સાથે રૂ.76,137ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો માર્ચ વાયદો રૂ.559 ઘટી રૂ.77,528 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.502 ઘટી રૂ.77,378 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.505 ઘટી રૂ.77,321 બોલાઈ રહ્યો હતો.

ચાંદી રૂ.456 અને ક્રૂડ તેલ રૂ.153 ડાઊન

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.724.30ના ભાવે ખૂલી, રૂ.2.85 ઘટી રૂ.723.75, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.201.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.185.60ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.222.75ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.201.75, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.185.95, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.2.40 ઘટી રૂ.222.90 થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.13 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,166ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,176 અને નીચામાં રૂ.6,095ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.153 ઘટી રૂ.6,128 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.164 ઘટી રૂ.6,136 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.233ના ભાવે ખૂલી, રૂ.7.80 ઘટી રૂ.228.50 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 7.80 ઘટી 228.80 થયો હતો.

કોટન-ખાંડી વાયદામાં રૂ.540ની નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,000 અને નીચામાં રૂ.56,700ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.540 ઘટી રૂ.56,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.30 ઘટી રૂ.916 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.9,254 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.22,572 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.2,833.14 કરોડનાં 4,449 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.2,102.58 કરોડનાં 8,990 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.531.27 કરોડનાં 8,641 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.567.84 કરોડનાં 20,009 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.72 કરોડનાં 10 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ MCX પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વાયદાઓમાં 18,706 લોટ્સ અને ચાંદીના વાયદાઓમાં 23,381 લોટ્સ, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,341 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં 51,511 લોટ્સ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 156 લોટ્સના સ્તરે રહ્યો હતો.