નવી દિલ્હી, 12 ઓક્ટોબર: એલ્યુમિનિયમ ઉત્પાદક વેદાંતા એલ્યુમિનિયમે T4, AL59 અને 8xxx સિરીઝની અદ્યતન વાયર રોડ્સની નવી રેન્જ લોન્ચ કરી છે, જે ગ્લોબલ પાવર અને ટ્રાન્સમિશન ક્ષેત્ર માટે ઉત્કૃષ્ટ ઉત્પાદન પ્રદાન કરવાનો નવો કિર્તિમાન સ્થાપિત કરે છે. કંપનીએ નવી દિલ્હીમાં ચાલી રહેલા કેબલ એન્ડ વાયર ફેર-૨૦૨૩’ (CWF2023)ના ઉદ્ધાટન પ્રસંગે  નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે. નવી રેન્જનું નિર્માણ અત્યાધુનિક સતત કાસ્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આ ઉત્પાદનો ઓટોમોટિવ, બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈલેક્ટ્રોનિક્સમાં પણ ઉપયોગમાં લઇ શકાશે. 

T4 એલોય રોડ ગ્રાહકોને લો-સૅગ, હાઇ સ્ટ્રેન્થ, હાઇ ડ્રો એબિલિટી અને ઇન્હેન્સ ડ્યુરેબિલિટીના લાભો પ્રદાન કરે છે. આ ઉપરાંત  વાયર રોડ્સની 8xxx સિરીઝની ઉમદા કાટરોધક ગુણધર્મો પ્રદાન કરે છે છે.

વેદાંતા એલ્યુમિનિયમ ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિકલ કંડક્ટર (EC)-ગ્રેડના વાયર રોડ્સની વિવિધ રેન્જ પણ પ્રદાન કરે છે, જેમાં 7.6mm, 9.5mm, 12mm, અને 15mm, તેમજ એલોય વાયર રોડ અને ફ્લિપ કોઇલનો પણ સમાવેશ થાય છે. વેદાંતા એલ્યુમિનિયમના સીઈઓ જોન સ્લેવેને કહ્યું કે, પાવર અને ટ્રાન્સમિશન ઇન્ડ્સ્ટ્રી  માટે વિશ્વસનીય ભાગીદારો તરીકે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવતા અમને હવે એલોય રોડ્સની T4, AL59 અને 8xxx સિરીઝ રજૂ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ.