વિવિધ ભૂમિકાઓ માટે ગુજરાતમાં 1200થી વધુ કર્મચારીઓની ભરતી કરશે

અમદાવાદ, 12 ઓક્ટોબર: સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવતા અગ્રણી ICT ગ્રૂપ ઇશાન ટેક્નોલોજીસે ભારત અને ગુજરાત માર્કેટ માટે તેની મહાત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ જાહેરાત કરી છે. વિસ્તરણ યોજનાઓને સપોર્ટ કરવા દેશભરમાં 3000થી વધુ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી છે, જેમાંથી 40 ટકા ગુજરાતમાં હશે. કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, આઇટી અન નેટવર્કિંગ એન્જિનિયર્સ તથા એઆઇ અને એમએલમાં એડવાન્સ્ડ ટેક એક્સપર્ટ્સ જેવી ભૂમિકાઓ માટે કુશળ કર્મચારીઓની નિમણૂંક કરશે. તેનાથી વર્ષ 2026 સુધીમાં કંપનીની ક્ષમતા વધીને 4700 કર્મચારીઓને પાર કરી જશે. ઇશાન ટેકનોલોજીસ પાસે 1,700 સમર્પિત પ્રોફેશ્નલ્સ છે. તેમાંથી 50 ટકા કર્મચારીઓ ગુજરાત સ્થિત છે.

સમગ્ર ભારતમાં 10,000 એન્ટરપ્રાઇઝ અને ગુજરાતમાં 75,000થી વધુ રિટેઇલ ગ્રાહકોના આધાર સાથે ઇશાન નેટવર્ક સિસ્ટમ, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસિસ એન્ડ સાઇબરસિક્યુરિટી સર્વિસિસના ચાર સ્તંભો સાથે ઇન્ટરનેટ સર્વિસિસ અને આઇટી સર્વિસિસ ઓફર કરે છે. કંપનીએ એન્ટરપ્રાઇઝને ક્લાઉડ ઇન્ટરકનેક્ટ ઓફર કરવા ગુગલ અને એડબલ્યુએસ જેવાં અગ્રણી ક્લાઉડ પ્રોવાઇડર્સ સાથે ભાગીદારી કરી છે.

કંપની ગુજરાત ભારતનેટ જેવાં પ્રોજેક્ટ્સની સ્થાપના, રાજ્યમાં 16000 કિમી ફાઇબર ઓપ્ટિક નેટવર્કના ટ્રાન્સપોર્ટ અને મેન્ટેનન્સનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ડિજિટલ અંતરને દૂર કરવા ઇશાન ટેક્નોલોજી ઓછી સેવાઓ ધરાવતા પ્રદેશોમાં ઇન્ટરનેટ સેવાઓના વિસ્તરણ માટે ભારતનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવા માગે છે. સમગ્ર ભારતમાં ઇશાન કે-ફોન (કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક)ને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે તથા તમિળ નાડુમાં તેણે ટ્રાન્સપોર્ટ નેટવર્ક વિકસાવ્યું હોવાનું ઇશાન ટેક્નોલોજીસના CMD પિંકેશ કોટેચાએ જણાવ્યું છે.

ઇશાન ટેક્નોલોજીસનું 10થી વધુ સ્માર્ટ સિટીના વિકાસમાં યોગદાન

સુરત “સુમન આઇ પ્રોજેક્ટ”, રાજકોટનો “આઇ વે પ્રોજેક્ટ” અને ગુજરાત પોલીસ “વિશ્વાસ પ્રોજેક્ટ” કેટલાંક પ્રોજેક્ટ્સ છે કે જેને ઇશાન ટેક્નોલોજીસે સેફ સિટી સર્વેલન્સ પહેલના ભાગરૂપે સફળતાપૂર્વક હાથ ધર્યાં છે. ઇશાન ટેક્નોલોજીસે “APMC-E નામ પ્રોજેક્ટ” સહિતના વિવિધ ડિજિટાઇઝેશન પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે તથા ગુજરાત હાઇકોર્ટને ઇ-કોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપગ્રેડ થવામાં પણ સહયોગ કર્યો છે. ખાનગીક્ષેત્રમાં ઇશાન ટેક્નોલોજીસને ભારતની 6 IIM દ્વારા પસંદ કરાઇ છે તથા તેણે અગ્રણી બ્રોકિંગ હાઉસ, શૈક્ષણિક સંસ્થાનો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વગેરે સાથે પણ કામ કર્યું છે. તેના ગ્રાહકો રિટેઇલ, એન્ટરપ્રાઇઝ અને સરકારી ક્ષેત્રોમાં છે. કંપની મુંબઇમાં પોતાનું અપટાઇમ ટિયર 3 સર્ટિફાઇડ ડેટા સેન્ટર પણ લોંચ કરવા માટે સજ્જ છે. આ ઉપરાંત ઇશાન ટેક્નોલોજીસના રોડમેપમાં ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેક્નોલોજીને વધુ વાજબી અને સુલભ બનાવવા ઉપર પણ ભાર મૂકાયો છે, જેથી ડિજિટલ સમાવેશકતાને બળ આપી શકાય.