વેદાંતા એ 100 અબજ ડૉલરની કંપની બનાવવાનો પોતાનો વિઝન રજૂ કર્યો

અમદાવાદ, 14 જુલાઈ:  વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલે વેદાંતા લિમિટેડની 61મી સાધારણ વાર્ષિક સભા (AGM)માં ‘વેદાંતા અનલિમિટેડ’ માટે મહત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું હતું. તેમણે AGMમાં જણાવ્યું હતું કે, કંપનીનું ભવિષ્ય ત્રણ Ps—Produce More (વધારે ઉત્પાદન), Partner Better (શ્રેષ્ઠ ભાગીદારી) અને Purpose Beyond Profit (નફાથી પર ઉદ્દેશ) પર આધારિત હશે. વેદાંતાના ઐતિહાસિક ડીમર્જરના સફળ સમાપન પર તેમણે ગ્રૂપની પાંચ અલગ કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ પાંચ કંપનીઓ છે.વેદાંતા લિમિટેડ (NSE: VEDL), વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ. વેદાંતા ઑઇલ એન્ડ ગેસ લિમિટેડ, વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ અને વેદાંતા પાવર લિમિટેડ આ પાંચ કંપનીઓ 100 અબજ ડોલરની કંપની બનવાની સંભાવના ધરાવે છે.

નાણાકીય વર્ષ 2025-26માં રેકૉર્ડ કામગીરી:

અગ્રવાલે નાણાકીય વર્ષ 2025-26ને સીમાચિહ્નરૂપ વર્ષ ગણાવીને કહ્યું હતું, ચાલુ વર્ષે અમે ₹1,74,075 કરોડની રેકૉર્ડ આવક અને અત્યાર સૌથીનો સૌથી વધુ નફો ₹25,096 કરોડ કર્યો હતો. નાણાકીય વર્ષ 2025-26માં વેદાંતાએ અત્યાર સુધી કોઈ પણ વર્ષમાં સૌથી વધુ EBITDA ₹55,976 કરોડ કરી હતી અને ચોખ્ખો ડેટ/EBITDA રેશિયો 0.95x હતો (14 ત્રિમાસિક ગાળાઓમાં શ્રેષ્ઠ).

વેદાંતાની વ્યૂહરચનાનો પ્રથમ P વેદાંતા લિમિટેડની વૃદ્ધિના આગામી તબક્કાની શરૂઆત છે. તેમણે વર્ષ 2031 સુધીમાં ઝિંક અને લેડનું ઉત્પાદન લગભગ ત્રણ ગણું વધીને 3 મિલિયન ટન થશે, સિલ્વરનું ઉત્પાદન બમણું થઈને 1,500 ટન થશે, દાયકાના અંતે કોપરનું ઉત્પાદન વધીને 1 મિલિયન ટન થશે, નાણાકીય વર્ષ 2027-28 સુધીમેં ફેરોક્રોમની ક્ષમતા વધીને 500,000 ટન થશે, નિકલનું ઉત્પાદન વધીને 60,000 ટન થશે તથા લિથિયમ, કોબાલ્ટ, ગોલ્ડ, કોપર, નિકલ, મેંગેનીઝ, રેર અર્થ અને પોટાશ સહિત એની 10 મહત્વપૂર્ણ ખનીજ અને વ્યૂહાત્મક ખનીજ ખાણોમાં શોધખોળ કે ઉત્ખનન ઝડપથી કરવાની યોજનાઓની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.

આગામી ત્રણ વર્ષમાં આપણે દુનિયામાં સૌથી ઓછા ખર્ચે પોતાની ક્ષમતા બમણી કરીને દર વર્ષે 60 લાખ ટન કરીશું. વેદાંતા ઑઇલ એન્ડ ગેસમાં આપણું લક્ષ્ય દરરોજ 500,000 બેરલનું ઉત્પાદન કરવાનું છે. આ લક્ષ્યને હાંસલ કરવા આપણે આગામી ત્રણથી પાંચ વર્ષમાં પાંચ અબજ ડૉલરનું રોકાણ કરીશું. વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ ગ્રીન સ્ટીલ અને સ્પેશ્યાલિટી સ્ટીલ પર ધ્યાન કેન્દ્રીત કરશે, જેથી તેનું ઉત્પાદન દર વર્ષે ચાર મિલિયન ટનથી 15 મિલિયન ટન થઈ જશે. વેદાંતા પાવર પાસે 20,000 MW સુધી વિસ્તરણ કરવાની સ્પષ્ટ રૂપરેખા છે અને તે ન્યૂક્લીયર પાવરના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરશે.”

અગ્રવાલે રાષ્ટ્રનિર્માણ પ્રત્યે પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને કહ્યું હતું,ચાલુ વર્ષે આપણે ભારતના સરકારી તિજોરીમાં ₹62,000 કરોડથી વધારે પ્રદાન કર્યું છે. ગત દાયકામાં આ પ્રદાન આશરે ₹5,00,000 કરોડ રહ્યું છે. વેદાંતાના સામાજિક અસર કરે એવા મુખ્ય કાર્યક્રમ નંદ ઘરના 17 રાજ્યોમાં 15,000 કેન્દ્રો કાર્યરત છે, જેમાં આધુનિક આંગણવાડીઓ સામેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં 10 કરોડ મહિલાઓ અને બાળકોનો લાભ પહોંચાડવાની ક્ષમતા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)