મ્યુચ્યુઅલ ફંડમાં યુનિક રોકાણકારોમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 26% છે

મહિલાઓ AUMના સંદર્ભમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક ટોચના 3 રાજ્યોમહિલા રોકાણકારોએ SIP સંપત્તિમાં 4.37 ગણો વધારો નોંધાવ્યો હતો

અમદાવાદ, 20 મેઃ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટેની જાગૃતિ અને મૂડીરોકાણના મામલે પણ મહિલા રોકાણકારો પુરુષ સમોવડી પૂરવાર થઇ રહી છે. મહિલા રોકાણકારોનો કુલ AUM હિસ્સો સતત વધી રહ્યો છે. AMFIના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2025 સુધીમાં મહિલા રોકાણકારો પાસે 17.86 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ ડિસેમ્બર 2020માં 5.44 લાખ કરોડ રૂપિયાથી ત્રણ ગણો વધારો દર્શાવે છે. કુલ ઉદ્યોગ AUMમાં મહિલાઓનો ફાળો 34.6% છે. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં મહિલાઓનો હિસ્સો 26.3% છે.

SIP રોકાણોમાં વૃદ્ધિ પણ મજબૂત રહી છે. ડિસેમ્બર 2025માં મહિલાઓની SIP AUM વધીને 5.26 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે ડિસેમ્બર 2020માં 1.21 લાખ કરોડ રૂપિયા હતી. આ જ સમયગાળા દરમિયાન, મહિલા રોકાણકારોએ SIP સંપત્તિમાં 4.37 ગણો વધારો નોંધાવ્યો હતો, જે એકંદર ઉદ્યોગ વૃદ્ધિ કરતા થોડો વધારે છે.

મહિલા રોકાણકારોની AUMના સંદર્ભમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક ટોચના ત્રણ રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)