જ્યાં સુધી નિફ્ટી 23,800ની ઉપર નિર્ણાયક બંધ ન આપે ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહેવાની અપેક્ષા છે, જેમાં 23,400 તાત્કાલિક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરશે. જોકે, નિષ્ણાતોના મતે, 23,800 ની ઉપર, તેજીવાળાઓ ઇન્ડેક્સને 24,000 તરફ લઇ જવા પ્રયાસ કરી શકે છે, ત્યારબાદ 24,300 સુધીનો ટાર્ગેટ જોવા મળે તેવી ધારણા છે.

અમદાવાદ, 20 મેઃ શેરબજારોને સુધારા માટે સો કારણો પણ ઓછા પડે, પરંતુ મંદી માટે નાનકડી છીંક પણ મોટો કડાકો લાવી શકે, એ ન્યાયે વૈશ્વિક શેરબજારો પોઝિટિવ ન્યૂઝની રાહમાં રહ્યા છે. જોકે, એક તરફ સતત વધી રહેલા ક્રૂડની કિંમત અને ડોલરની રૂપિયા સામેની મજબૂતાઇના કારણે જનમાનસ હજી સાવચેતીથી મંદી તરફી રહ્યું છે. તેના પ્રતિબિંબરૂપે જ ગીફ્ટ નિફ્ટી બુધવારે વહેલી સવારે આ લખાય છે ત્યારે પણ 100 પોઇન્ટથી વધુની નરમાઇ સાથે 23400ના મહત્વના સપોર્ટને જાળવવા મથી રહ્યો હતો.

નિફ્ટી પ્રવર્તમાન મંદીભર્યા સેન્ટિમેન્ટ અને વધેલા તેલના ભાવ વચ્ચે તેના પાછલા દિવસના ઘટાડાને લંબાવી શકે છે. ટેકનિકલ નિષ્ણાતોની દ્રષ્ટિએ ઇન્ટ્રા-ડે રેન્જ 23,300-23,800ની જોવા મળે તેવી શક્યતા છે. તાત્કાલિક સપોર્ટ 23,500 પર મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ 23,400ના મહત્વપૂર્ણ સપોર્ટ ઝોનમાં. જોકે, બાઉન્સ-બેકની સ્થિતિમાં, 23,800–23,850 ઝોન જોવા માટેનું મુખ્ય સેક્ટર હશે, કારણ કે તેનાથી ઉપરની ખાતરીકારક ચાલ જ તેજીવાળાઓને ફરીથી સક્રિય કરી શકે છે.

Stocks to Watch:Hindalco, ZeeEnter, Trident, Borosil, Orkla, KarnatakaBank, GodawariPower, PTC, JKumarInfra, PNCInfra, BandhanBank, SBILife, Hexaware, AngelOne, Arvind

દરમિયાન, જો બેંક નિફ્ટી 53,300થી નીચે તૂટી જાય, તો 52,800 તરફનો ઘટાડો શક્ય છે. જોકે, નિષ્ણાતોના મતે, 53,800થી ઉપરની ચાલ બેંકિંગ ઇન્ડેક્સને 54,400 તરફ લઇ જઇ શકે છે. જોકે નિષ્ણાતોએ ટ્રેડર્સને વર્તમાન વાતાવરણમાં સાવધ રહેવા અને આક્રમક લિવરેજ્ડ ઓવરનાઇટ પોઝિશન લેવાનું ટાળવાની સલાહ આપી હતી.

નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 23,500 પર મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ 23,400નો મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન આવે છે. જોકે, બાઉન્સ-બેકની સ્થિતિમાં, 23,800–23,850 ઝોન જોવા માટેનું મુખ્ય સેક્ટર હશે, કારણ કે તેનાથી ઉપરની ખાતરીકારક ચાલ જ તેજીવાળાઓને ફરીથી સક્રિય કરી શકે છે.

Results TodayGrasim Industries, Apollo Hospitals Enterprise, Lenskart Solutions, Ola Electric Mobility, Bosch, Dr Agarwals Eye Hospital, Eris Lifesciences, HCL Infosystems, Honeywell Automation India, International Gemological Institute, Indiqube Spaces, IRB Infrastructure Developers, JK Lakshmi Cement, Jubilant FoodWorks, Kwality Walls (India), Medplus Health Services, Metro Brands, Samvardhana Motherson International, Saatvik Green Energy, Sammaan Capital, TeamLease Services, and Whirlpool

INDIA VIX: 4.87 ટકા ઘટીને 18.67 થયો પરંતુ પાછલા દિવસની રેન્જમાં રહ્યો. તેજીવાળાઓને કમ્ફર્ટ ઝોનમાં જવા માટે VIX 18 સ્તરથી નિર્ણાયક રીતે નીચે આવે તે જરૂરી છે.

Stock Trades Ex-DividendGESHIP
Stocks Trade Ex-Date for Income DistributionIRB InvIT Fund, POWERGRID
Stock Trades Ex-Date for Reduction of CapitalCharms Industries
Stock Trades Ex-Date for RightsIntegra Essentia
Stock Trades Ex-Date for Buy BackGarware Technical Fibres
Stocks in F&O BanKaynes, SAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)