અમદાવાદ, 17 ઓક્ટોબર: નાણાંકીય વર્ષ 2024-25ના અંતે માઇક્રોફાઇનાન્સ માટે કુલ એક્ટિવ ક્લાયન્ટ બેઝ 8.28 કરોડે રહ્યો છે અને બાકી લોન રૂ. 3,81,225 કરોડ રહી છે, એમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ ડેટામાં જાણવા મળ્યું છે. આમાં બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો (એસએફબી), નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી), એનબીએફસી-માઇક્રો-ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ (એમએફઆઈ) અને અન્ય ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે. સેક્ટરના ક્લાયન્ટ બેઝ અને બાકી લોન અનુક્રમે 13 ટકા અને 14 ટકા ઘટ્યા હતા. સેલ્ફ-હેલ્પ ગ્રુપ (એસએચજી) લિંકેજમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે જેમાં લિંક કરવામાં આવેલી 84.94 લાખ એસએચજી ક્રેડિટ માટે કુલ બાકી રકમ રૂ. 3.04 લાખ કરોડે પહોંચી છે, દેશમાં લગભગ 143.3 લાખ એસએચજી છે જેમાં 17.1 કરોડ પરિવારો એસએચજી બેંક લિંકેજ પ્રોગ્રામ હેઠળ બચતો સાથે જોડાયેલા છે.

સીઆરઆઈએફ હાઇમાર્કના જણાવ્યા મુજબ 31 માર્ચ, 2025ના રોજ 13.99 લાખ લોન અકાઉન્ટ્સ હતા. બાકી લોનમાં વિવિધ સંસ્થાઓનો હિસ્સો આ મુજબ હતોઃ એનબીએફસી-એમએફઆઈ – રૂ. 1,48,419 કરોડ (39 ટકા), બેંકો – રૂ. 1,24,431 કરોડ (32 ટકા), એસએફબી – રૂ. 59,817 કરોડ (16 ટકા), એનબીએફસી – રૂ. 45,042 કરોડ (12 ટકા) અને અન્ય – રૂ. 3,516 કરોડ (1 ટકો). વિવિધ સંસ્થાનોના લોન એકાઉન્ટ્સનો હિસ્સો આ મુજબ છેઃ NBFC-MFI – 539 લાખ (39 ટકા), બેંકો – 466 લાખ (33 ટકા), એસએફબી – 216 લાખ (15 ટકા), એનબીએફસી – 163 લાખ (12 ટકા) અને અન્ય – 15 લાખ (1 ટકો).

ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓ તેમજ 203 માઇક્રો લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ (MLI) પાસેથી પ્રત્યક્ષ રીતે મેળવેલી માહિતીમાંથી મેળવવામાં આવ્યો છે, જે દેશમાં 98 ટકાથી વધુ એમએલઆઈ બિઝનેસનું પ્રતિનિધિત્વ કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)