અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ ઓલટાઇમ હાઇથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સાધારણ કરેક્શન જોવા મળ્યું છે. જો નિફ્ટી 20200 પોઇન્ટની સપાટી જાળવવામાં નિષ્ફળ જાય તો જ માર્કેટમાં કરેક્શન આગળ વધી શકે. બાકી વોલેટિલિટી અને વોલ્યૂમ સંકડાયેલા રહેવા સાથે સુધારાની આગેકૂચ જોવા મળી શકે. ઇન્ટ્રા-ડે તેમજ શોર્ટ ટર્મ ટ્રેડર્સે 19900 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરબોટ કન્ડિશન દર્શાવતાં હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી જણાવાયું છે. ઉપરમાં નિફ્ટી માટે 20300 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી રહેશે વીકલી એક્સપાયરી માટે 20000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી મહત્વની ભૂમિકા ભજવશે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45840- 45701, રેઝિસ્ટન્સ 46186- 46393

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)