ICL ફિનકોર્પનો રૂ. 100 કરોડનો NCD ઇશ્યૂ 25 એપ્રિલે ખૂલશે

નવી દિલ્હી, 25 એપ્રિલઃ કેરળ સ્થિત એનબીએફસી ICL ફિનકોર્પ લિમિટેડે રૂ. 50 કરોડના ગ્રીન શૂ વિકલ્પની સાથે રૂ. 50 કરોડના મૂલ્યના સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના ક્રિસિલ રેટેડ પબ્લિક ઇશ્યૂના લોન્ચની જાહેરાત કરી છે જેનું કુલ મૂલ્ય રૂ. 100 કરોડ થાય છે. આ એનસીડી 25 એપ્રિલ, 2025ના રોજ ખૂલશે. ICL ફિનકોર્પના એનસીડી પબ્લિક ઇશ્યૂની આ પાંચમી સિરીઝ છે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બીએસઈ પર લિસ્ટ થશે.
Crisil BBB- stable રેટિંગ સાથે એનસીડી રોકાણકારોને 13.01 ટકા સુધીની અસરકારક ઉપજ સાથેના વળતર આપે છે. આ ઇશ્યૂ 9 મે, 2025 સુધી ખુલ્લો રહેશે અને જો તે પૂરેપૂરો ભરાઈ જાય તો વહેલી તારીખે બંધ કરવાનો પણ વિકલ્પ રહેશે. એનસીડીના આઈપીઓ દ્વારા એકત્રિત કરાયેલા ફંડ્સનો ઓનવર્ડ લેન્ડિંગ, ફાઇનાન્સિંગ અને કંપનીના હાલના ઋણ પર મૂડી અને વ્યાજની ચૂકવણી કે પુનઃચૂકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.
એનસીડી પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુ સાથે આવે છે અને ચાર વિવિધ સ્કીમો ઓફર કરે છે જે 10 રોકાણ વિકલ્પો પૂરા પાડે છે. રોકાણકારો રૂ. 10,000ની લઘુતમ એપ્લિકેશન સાઇઝ સાથે ભાગ લઈ શકે છે. વ્યાજ દરો 11થી 13.01 ટકાની રેન્જમાં છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
