અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો
અમદાવાદ,7 ઓગષ્ટ: નાણાકીય વર્ષ-25-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સમય ગાળામાં આવક રુ 9,126 કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર. 7,260 કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.5,495 કરોડ થયો છે જે ગત વર્ષના સરખા ગાળામાં રુ.4,848 કરોડ હતો. જેમાં 13% વધારો થયો છે. વાર્ષિક ધોરણે કર બાદનો નફો રુ.3,311 કરોડ થયો છે. ગત વર્ષના આ ગાળામાં રુ.3,107 કરોડ હતો. આમ નફામાં ૭%નો વધારો થયો છે. ઘરેલું બંદરોની આવક વાર્ષિક ધોરણે 14% વધીને રુ.6,137કરોડ થઇ છે. ઘરેલું બંદરોનો એબડ્ટા માર્જિન જે ગત નાણા વર્ષના સમાન સમયમાં 72.5% હતો તેની તુલનાએ અહેવાલના સમય ગાળામાં 74.6% રહ્યો છે. આ ગાળામાં રોકડ બેલેન્સ રુ. 16,921 કરોડ છે અને કુલ દેવું રુ.53,089 કરોડ છે.
આંતરરાષ્ટ્રીય બંદરોની આવક વાર્ષિક ધોરણે 22% વધીને રુ. 973 કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષના 13% એબિડ્ટા માર્જિન સામે સમીક્ષના ગાળામાં એબિડ્ટા માર્જીન 21% રહ્યો છે.
કાર્ગોનું વોલ્યુમ વાર્ષિક ધોરણે 109 મિલિયન મેટ્રિક ટનથી વધી 121 M.M.T થયું છે જે 11% વધારો દર્શાવે છે. જેમાં ઘર આંગણાના કાર્ગોનો હિસ્સો 27.2%થી વધી 27.8% ઉપરાંત વાર્ષિક ધોરણે 60 bps વધ્યું છે. કોલંબો બંદર ખાતે 35 વર્ષના BOT કરાર હેઠળ સંપૂર્ણ સ્વયં સંચાલિત કન્ટેનર ટર્મિનલ અને ધામરા પોર્ટ ખાતે એક્સપોર્ટ ટર્મિનલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.લોજીસ્ટિક્સના ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે બેગણી અર્થાત રુ.571 કરોડથી વધીને રુ.1,169 કરોડ વૃધ્ધિ થઇ છે. ટ્રકિંગ અને આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ નેટવર્કમાં વધારો થયો છે. ગુજરાતના વિરોચનનગર, રાજસ્થાનના કિશનગઢ અને કર્ણાટકના માલુર આઇસીડીએસ પર એક્ઝિમ કામગીરી માટે મંજૂરી મળી છે. મરીન ક્ષેત્રમાં 118 વેસલ્સ સાથે વાર્ષિક ધોરણે રુ.188 કરોડથી વધીને રુ.541 કરોડ વૃધ્ધિ થઇ છે જે 2.9 ગણો વધારો દર્શાવે છે.
બોર્ડે ઓસ્ટ્રેલિયાના NQXT પોર્ટના સંપાદનને મંજૂરી આપી છે. આ એક કુદરતી ડીપ વોટર પોર્ટ અને મલ્ટિ-યુઝર એક્ષ્પોર્ટ ટર્મિનલ છે જેની નેમપ્લેટ ક્ષમતા વાર્ષિક 50 એમટીની છે.આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધિન છે. લાંબા ગાળાની મૂડી વ્યવસ્થાપન યોજનાના ભાગ રૂપે સરેરાશ દેવાની પરિપક્વતા 4.3 વર્ષથી વધારીને 5.2 વર્ષ કરી અને તમામ બોન્ડ ઇશ્યુમાં 116 BPS સુધી ઉપજ ઘટાડી છે. જે લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ને જારી કરવામા આવેલા 15-વર્ષીય નોન-કન્વર્ટિબલ ડિબેંચર્સ અને બોન્ડ બાયબેક દ્વારા પ્રાપ્ત થઇ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
.
