AMA ખાતે ભાવેશ ઉપાધ્યાય દ્વારા CHROની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ભારતમાં હાલ ફક્ત 9 ટકા જ CHRO ( ચીફ હ્યુમન રીસોર્સીસ ઓફિસર ) બોર્ડ રૂમ માં સ્થાન પામે છે, આનું કારણ એચ આર હેડની બિઝનેસ અને માર્કેટ અંગેની ઉંડાણપૂર્વકની સમજ ન હોવાનું ગણાય છે. ગુજરાતના એચ આર હેડ, પીપલ પર્ફોમન્સને બિઝનેસ ઓબ્જેક્ટિવ સાથે કેવી રીતે સાંકળી શકે, તે અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બે દિવસની CHRO વર્કશોપનું આયોજન કરાવમાં આવ્યું હતું . આ વર્કશોપમાં જાણીતા એચ આર અને બિઝનેસ એક્સપર્ટ ભાવેશ ઉપાધ્યાય ફેકલ્ટી હતા. AMઆ દ્વારા છેલ્લા એક વર્ષમાં આવી ત્રીજી વર્કશોપ યોજવામાં આવી હતી. AMA સિનિયર લીડરશીપને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. સેમિનારના ફેકલ્ટી ભાવેશ ઉપાધ્યાય એચ આર ફિલ્ડમાં બહોળો અનુભવ ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
