ફાઉન્ડેશન દ્વારા “રૂટ્સ ટુ રાઉટસ” (“Roots to Routes”) ના શીર્ષકને સાર્થક કરવા કાર્યક્રમનું આયોજન કર્યું
અમદાવાદ, 4 ફેબ્રુઆરી: પંડિત અતુલ દેસાઈની જન્મ જયંતિદિન તારીખ 31/01/2026 ના રોજ સાંજે 5.30 થી 8.30 દરમ્યાન, એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના લેક્ચર હોલમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસે, એલ. ડી. એન્જીનીયયિંગ કોલેજની સામે, અમદાવાદ ખાતે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકાર અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદના સંશોધક અને ડાયરેક્ટર ડૉ. વિરાજ અમરના કંઠ્ય ગાયન અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીત વિષય ઉપર સંવાદમય પરિચર્ચા પ્રસ્તુત કરવામાં આવશે જેથી કરીને ખાસ કરીને યુવા પેઢીના શ્રોતાઓ શાસ્ત્રીય સંગીતના તાણાવાણા અને તે વિષે વધુ સારી સમજ મેળવી તેને બિરદાવી શકે.
બીજા દિવસે સાંજે 5.30 થી 7.30 દરમ્યાન નહેરુ ફાઉન્ડેશન, આકાશનીમ બંગલૉઝ સામે, થલતેજ ટેકરા, અમદાવાદ – 380054 ખાતે, પ્રસિદ્ધ અને ખુબ જ જાણીતા કથક નૃત્યાંગના સુશ્રી, વૈશાલી ત્રિવેદી, જેઓ સંગતિ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેક્ટર અને કથક નૃત્યના રિસર્ચર પણ છે, તેઓ અને તેમના શિષ્યો દ્વારા કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવી.
આપણા ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને કથક નૃત્ય કલાઓના વેદિક કાળથી ધરબાયેલ મૂળિયાં, પંડિતો અને ઉસ્તાદો દ્વારા સદીઓથી થતી આવતી કલા અને વૈવિધ્યપૂર્ણ પેશકશ અને તેની અવનવી મંજિલો અને રાહ ઉપરની સફરની સમજ આપી અને આપણાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને નૃત્યકલાના મોંઘા વારસાની જાળવણી કરવાનો અને આજના યુવાધન અને યુવાપેઢી આપણી આ સન્માનનીય ધરોહરને વધુ સારી રીતે સમજે, શીખે અને તેની સાથે મોટી સંખ્યામાં સંલગ્ન થવાનો પ્રયત્ન કરે, એ પ્રકારનો ફાઉન્ડેશનની સ્થાપિત ઉદ્દેશ સર કરવાનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
