ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે સમિટ ઇક્વિટી લૉંગ-શૉર્ટ ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ, 4 જુલાઈ: INVESCO મ્યુચ્યુઅલ ફંડે બ્રાન્ડ નેમ સમિટ SIF અંતર્ગત સ્પેશ્યલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) કેટેગરીમાં એના પ્રવેશની જાહેરાત કરી હતી. SIFમાં પ્રવેશની સાથે મ્યુચ્યુઅલ ફંડે એની પ્રથમ SIF ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી સમિટ ઇક્વિટી લૉંગ-શૉર્ટ ફંડ (ઓપન એન્ડેડ ઇક્વિટી રોકાણ વ્યૂહરચના, જે લિસ્ટેડ ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત માધ્યમોમાં રોકાણ કરે છે, જેમાં ડેરિવેટિવ માધ્યમો મારફતે ઇક્વિટીમાં ટૂંકા ગાળા માટે મર્યાદિત રોકાણ સામેલ છે) લૉંચ કરવાની જાહેરાત પણ કરી હતી.ન્યૂ ફંડ ઑફર (NFO) સબસ્ક્રિપ્શન માટે આજથી (2 જુલાઈ, 2026)થી ખુલી છે અને 16 જુલાઈ, 2026ના રોજ બંધ થશે.

સમિટ ઇક્વિટી લૉંગ-શૉર્ટ ફંડ લાંબા ગાળાની પોઝિશન મારફતે અપસાઇડ (તેજી) અને ટૂંકા ગાળાની પોઝિશન મારફતે ડાઉનસાઇડ (મંદી)ની તકો એમ બંનેનો લાભ લેવા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વ્યૂહરચના સમિટ SIFની હાર્દરૂપ ફિલોસોફીને દર્શાવે છે : જ્યારે વળતર મેળવવું હોય, ત્યારે બજારના સ્થિતિસંજોગો અનુસાર રોકાણનું વલણ અપનાવવું.

NFO દરમિયાન લઘુતમ રોકાણની રકમ ₹10,00,000/- છે અને પછી વધારે રોકાણ ₹1/-ના ગુણાંકમાં કરવાનું રહેશે. આ જ ગાળામાં એક્રેડિટેડ ઇન્વેસ્ટરોના કિસ્સામાં લઘુતમ રોકાણની રકમ ₹1,00,000/- છે અને પછી વધારે રોકાણ ₹1/-ના ગુણાંકમાં થશે. SIP રોકાણ માટે અરજીમાં લઘુતમ રકમ ₹1,000/- અને પછી ₹1/-ના ગુણાંકમાં રહેશે, જે સમિટ SIFની તમામ રોકાણ વ્યૂહરચનાઓમાં ₹10,00,000નું રોકાણ જાળવવાને આધિન છે.

રોકાણની વ્યૂહરચના ફાળવણીની તારીખથી 3 મહિને કે એની અગાઉ યુનિટ રીડીમ કરવા / સ્વિચ આઉટ કરવા પર યુનિટદીઠ 0.50 ટકા એક્ઝિટ લોડની વસૂલાત કરશે. જો 3 મહિના પછી યુનિટ રીડિમ કરવામાં આવશે / સ્વિચ આઉટ થશે, તો કોઈ એક્ઝિટ લોડ નહીં લાગે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)