MYCPE ONEને વર્લ્ડ એચઆરડી કૉંગ્રેસમાં ‘હેપી એમ્પ્લોયર બ્રાન્ડ 2026’ તરીકે માન્યતા મળી
અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2026: અમદાવાદમાં હેડક્વૉર્ટર ધરાવતા પ્રોફેશનલ એજ્યુકેશન અને કૉર્પોરેટ લર્નિંગ પ્લેટફોર્મ, MYCPE ONEને તાજેતરમાં મુંબઈ ખાતે આયોજિત વર્લ્ડ એચઆરડી કૉંગ્રેસની 34મી આવૃત્તિમાં ‘હેપી એમ્પ્લોયર બ્રાન્ડ 2026’ તરીકે માન્યતા મળી છે. એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ માટે પ્રોફેશનલ એજ્યુકેશન સોલ્યુશન્સ પૂરી પાડતી સંસ્થા, MYCPE ONEને તાજેતરમાં તેની કામગીરીના 10 વર્ષ પૂરાં કર્યા છે. વર્ષ 2015માં તેની સ્થાપના થઈ ત્યારથી, કંપનીએ લોકો-કેન્દ્રી અને વિશ્વાસ આધારિત કાર્યપ્રણાલી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં કર્મચારીઓ લાંબાગાળાનો વિકાસ સાધી શકે.

વર્લ્ડ એચઆરડી કૉંગ્રેસમાં એનાયત કરવામાં આવતી ‘હેપી એમ્પ્લોયર બ્રાન્ડ’ તરીકેની માન્યતા સામાન્ય રીતે એવી કંપનીઓ, સંગઠનો અને સંસ્થાનોને સન્માનિત કરે છે, જે લોકો-કેન્દ્રી શ્રેષ્ઠ કાર્યપ્રણાલીઓ ધરાવે છે, જ્યાં કામનો માહોલ દૃઢ વિશ્વાસ પર આધારિત હોય છે તેમજ જે કર્મચારીઓ સાથે ખૂબ સારું જોડાણ ધરાવે છે. MYCPE ONE માટે આ માન્યતા કર્મચારીઓના સહકાર, સન્માન અને યોગદાન આપવા માટે પ્રોત્સાહન અનુભવે તેવું વાતાવરણ ઊભું કરવાના એક દાયકાના નિરંતર પ્રયાસો પર પ્રકાશ પાડે છે.
MYCPE ONEના સીઈઓ અને સહ-સ્થાપક શ્રી શાલિન પરીખે જણાવ્યું હતું કે, ‘આ માન્યતા આપણી સંસ્થાને વ્યાખ્યાયિત કરનાર સિસ્ટમ્સ, મૂલ્યો અને લોકોનું પ્રતિબિંબ છે. અમે હંમેશા માનીએ છીએ કે, લાંબાગાળાનું પ્રદર્શન એ તમામ ટીમોમાં રહેલા વિશ્વાસ, સ્પષ્ટતા અને સહિયારી માલિકીની ભાવના પર નિર્ભર હોય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અમે અમારી આંતરિક કાર્યપ્રણાલીને એટલી મજબૂત બનાવી છે કે, અમારા કર્મચારીઓ સન્માનિત થયાંની લાગણી અનુભવવાની સાથે-સાથે તેમને કંપનીની પ્રગતિમાં પોતાના વ્યક્તિગત વિકાસની સંભાવના સ્પષ્ટપણે દેખાય.’
સંસ્થાને સળંગ બે વર્ષથી ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક-સર્ટિફાઈડ™’ કંપની તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે, જે પારદર્શક, સર્વસમાવેશી અને વિકાસ-લક્ષી કાર્યસ્થળ બનાવવા પ્રત્યેની તેની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
નીતિ વિષયક પુનઃરચનાના બીજા ઘણાં પગલાંઓની સાથે પારદર્શક સંવાદ અને કામગીરી તથા જોડાણની વિવિધ પહેલમાં કર્મચારીઓની સહભાગીદારી એ માયસીપીઈ વનમાં રોજિંદી કાર્યપ્રણાલીનો હિસ્સો બની ગયાં છે. માન્યતા આપવાનું માળખું, પર્ફોમન્સ પર આધારિત પ્રોત્સાહનો અને સુનિયોજિત સપોર્ટ સિસ્ટમ એ તેની લોકો કેન્દ્રી વ્યાપક વ્યૂહરચનાનો હિસ્સો છે.
MYCPE ONE દ્વારા રજૂ કરવામાં આવેલા કેટલાક વ્યવહારુ અને કર્મચારી-કેન્દ્રી પગલાંઓમાં પરિવહનમાં સહાય, નાણાકીય સહાયની સુવિધાઓ, રજાઓની સુનિયોજિત નીતિઓ, ભૂમિકા-આધારિત ભથ્થાં અને ઉત્પાદકતા સાથે જોડાયેલા કાર્યક્રમોનો સમાવેશ થાય છે, જેને સ્થિરતા અને વ્યાવસાયિક આત્મવિશ્વાસ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે.
‘હેપી એમ્પ્લોયર બ્રાન્ડ 2026’ તરીકેની આ માન્યતા ભારત અને ફિલિપિન્સની ટીમોના સામૂહિક પ્રયાસો તેમજ ગ્રાહકો અને ભાગીદારોના નિરંતર વિશ્વાસ પર પ્રકાશ પાડે છે. MYCPE ONE માટે આ એવોર્ડ ફક્ત એક સન્માનથી વિશેષ છે, તે જવાબદારી, સાતત્ય અને લાંબાગાળાના વિકાસ પર આધારિત કાર્યસ્થળના નિર્માણ પ્રત્યેની તેની દૃઢ કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
