અમીરચંદ જગદીશ કુમાર, પાવરિકા, સાઈ પેરેન્ટેરલ સહિત 7 ઇશ્યૂ ખુલી રહ્યા છે, 4 લિસ્ટિંગ શેડ્યૂલ છે

અમદાવાદ, 23 માર્ચઃ પ્રાઇમરી માર્કેટમાં પણ સેકન્ડરી માર્કેટમાં મંદીની અસર વર્તાઇ રહી છે. સંખ્યાબંધ કંપનીઓ IPO ટાળવા જઇ રહી છે. કારણકે લિસ્ટિંગ સમયે રોકાણકારોને સાવ ન્યૂનતમ કે નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે. અમૂક IPOમાં તે અપૂરતા સબસ્ક્રીપ્શનના કારણે IPOની તારીખ લંબાવવાની પણ ફરજ પડી હોવાનું તાજેતરમાં જોવા મળ્યું છે. 23 માર્ચથી શરૂ થતા અઠવાડિયામાં 7 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. તે પૈકી 4 SME સેગમેન્ટમાં અને 3 મેઈનબોર્ડ કેટેગરીમાં જોવા મળશે. સાઈ પેરેન્ટેરલ, અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) અને પાવરિકાના ત્રણ મેઇનબોર્ડ IPO અને ટિપકો એન્જિનિયરિંગ ઇન્ડિયા, હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, વિવિડ ઇલેક્ટ્રોમેક અને એમિયાક ટેક્નોલોજીસના 4 SME ઇશ્યૂ માર્કેટમાં એન્ટ્રી લઇ રહ્યા છે. જ્યારે અગાઉ ખૂલેલાં ઇનોવિઝન, GSP ક્રોપ સાયન્સ, રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને નોવસ લોયલ્ટીનો સમાવેશ થાય છે.

મેઇનબોર્ડ IPO એટ એ ગ્લાન્સ

સાઇ પેરેન્ટેરલઃ IPO 24 માર્ચથી 27 માર્ચ સુધી લાઇવ રહેશે. પ્રાઇસ બેન્ડ ₹372થી ₹392 છે. લોટમાં 38 શેરનો સમાવેશ થાય છે. ₹408.79 કરોડની પ્રારંભિક જાહેર ઓફરમાં ₹285 કરોડ સુધીના નવા ઇશ્યુ અને હાલના રોકાણકારો દ્વારા ₹12૩.79 કરોડની ઓફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે.

અમીરચંદ જગદીશ કુમારઃ IPO 24 માર્ચથી 27 માર્ચ સુધી ખુલ્લો રહેવાનો છે, તે 2.08 કરોડ શેરનો નવો ઇશ્યુ છે, જેની કુલ સાઇઝ કુલ ₹440 કરોડ થાય છે. ₹201 થી ₹212ની પ્રાઇસ બેન્ડ સાથે, લોટમાં 70 શેર રહેશે.

પાવરિકાઃ ₹1,100 કરોડનો પ્રારંભિક જાહેર ઓફર 24 માર્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 27 માર્ચે સમાપ્ત થશે. પ્રાઇસ બેન્ડ ₹૩75 થી ₹૩95 છે અને લોટમાં ૩7 શેરનો સમાવેશ થાય છે. આ IPOમાં ₹700 કરોડનો નવો ઇશ્યૂ અને ₹400 કરોડનો OFS શામેલ છે.

Vivid Electromec IPO 25 માર્ચે ખુલશે અને 30 માર્ચે બંધ થશે. પ્રાઇસબેન્ડ રૂ.528-555 રાખી છે, જેમાં 240 શેરનો લોટ સાઈઝ છે.

દરમિયાન Emiac Technologiesનો IPO 27 માર્ચે ખુલશે અને રોકાણકારો 8 એપ્રિલ સુધી અરજી કરી શકશે. જોકે, આ કંપનીએ હજુ સુધી તેના પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝની સત્તાવાર જાહેરાત કરી નથી.

એસએમઇ IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

Tipco Engineering IPO

Issue size: ₹60.55 crore (fresh issue + OFS)
Price band:₹84 to ₹89 per share
OpensMarch 23
closesMarch 25

Microelectronics IPO

Issue size: ₹21.67 crore (fresh issue + OFS)
Price band:₹114 to ₹120 per share
Opens March 24
closesMarch 27

Vivid Electromech IPO

Issue size: ₹130.54 crore (fresh issue + OFS)
Price band: ₹528 to ₹555 per share
OpensMarch 25
 Closes March 30

Emiac Technologies IPO

Issue size:Fresh issue of 32.40 lakh shares
Price band: Not announced
OpensMarch 27
Closes April 8

આજે લિસ્ટેડ થવા જઇ રહેલા આઇપીઓ ઉપર એક નજર

Innovision

Symbol: INNOVISION
Series:Equity “B Group”
BSE Code:544732
ISIN:INEOADB01012
Face Value: Rs 10/-
Issue Price: Rs 519