MCX WEEKLY REPORT: સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.5461 અને ચાંદીના વાયદામાં રૂ.11586નો કડાકો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 20થી 26 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61,84,243.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.4,38,856.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.57,45,382.50 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 34289 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.57,155.97 કરોડનું થયું હતું.
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.327531.56 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.148302ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.148457 અને નીચામાં રૂ.129595ના સ્તરને સ્પર્શી, રૂ.144954ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5461 ઘટી રૂ.139493ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.6059 ઘટી રૂ.112479 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.731 ઘટી સપ્તાહના અંતે રૂ.14121 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.4896 ઘટી સપ્તાહના અંતે રૂ.140121ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.147499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.149486 અને નીચામાં રૂ.129500ના સ્તરને સ્પર્શી, રૂ.145452ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5626 ઘટી રૂ.139826ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.239948ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.240000 અને નીચામાં રૂ.199643ના મથાળે અથડાઈ, રૂ.231460ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.11586 ઘટી રૂ.219874ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.12408 ઘટી રૂ.224366 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.12580 ઘટી રૂ.224399ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.36272.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.9.25 વધી રૂ.1121.20ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.1.15 વધી સપ્તાહના અંતે રૂ.307.75ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો સપ્તાહના અંતે રૂ.2.55 વધી રૂ.333ના ભાવે બોલાયો હતો. સીસું માર્ચ વાયદો રૂ.6.8 વધી રૂ.193.05ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.74961.54 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4293ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4490 અને નીચામાં રૂ.3920ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.310 ઘટી રૂ.3984ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.8851ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9620 અને નીચામાં રૂ.8072ના મથાળે અથડાઈ, રૂ.8998ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1ના સુધારા સાથે રૂ.8999 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો કોઈ ફેરફાર વગર સપ્તાહના અંતે રૂ.8999ના જ સ્તરે સ્થિર રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.13.40 ઘટી રૂ.281.10ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.13.30 ઘટી સપ્તાહના અંતે રૂ.281.20 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.973.40ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.16.50 વધી રૂ.989.40ના સ્તરે પહોંચ્યો હતો. કોટન માર્ચ વાયદો રૂ.220 ઘટી સપ્તાહના અંતે રૂ.26300ના ભાવે બંધ થયો હતો. એલચી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2400ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.89 ઘટી રૂ.2335 થયો હતો.
સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.224949.13 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.102582.43 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.30371.36 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.3228.71 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.131.15 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2541.41 કરોડનાં કામકાજ થયાં હતાં.
| ક્રૂડ તેલમાં રૂ.1નો મામૂલી સુધારો | ના-ચાંદીના વાયદાઓમાં રૂ.3,27,531 કરોડનાં સાપ્તાહિક ધોરણે કામકાજઃ |
| કોમોડિટી વાયદાઓમાં રૂ.4,38,856 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57,45,382 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ | બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34289 પોઇન્ટના સ્તરે |
| એનર્જી સેગમેન્ટમાં રૂ.74961.54 કરોડનાં કામકાજ | એનર્જી સેગમેન્ટમાં રૂ.74961.54 કરોડનાં કામકાજ |
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.137.85 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.55162.71 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.19660.98 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.3.37 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 2525 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 21229 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 2804 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 29724 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 13894 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 5854 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 15027 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 53662 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 622 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15068 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23269 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 33754 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 35473 પોઇન્ટના સ્તર અને નીચામાં 33754 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 28 પોઇન્ટ ઘટી 34289 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
