AXIS MUTUAL FUND એ એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 9 એપ્રિલ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પોતાની નવી ફંડ ઓફરિંગ – એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ એક ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ટીઆરઆઈના ઘટકોમાં રોકાણ કરે છે. એનએફઓ 10 એપ્રિલ, 2026થી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 24 એપ્રિલ, 2026એ બંધ થશે. એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડનો ઉદ્દેશ ખર્ચ પહેલાં એવા વળતર પ્રદાન કરવાનો છે, જે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ટોટલ રિટર્ન ઈન્ડેક્સ (TRI)ના પ્રદર્શન સાથે નજીકથી મેળ ખાતા હોય, જે ટ્રેકિંગ એરર લાગુ પડવાને આધીન છે. આ ફંડ રોકાણકારોને ઓછા ખર્ચે, વ્યવસ્થિત અને પારદર્શક રીતે લાંબા ગાળાના વૃદ્ધિના અવસરનો ભાગ બનવાની તક આપે છે, જે વધતા વૈશ્વિક ડિફેન્સ (સંરક્ષણ) ખર્ચ, ભારતના ઝડપી ડિફેન્સ આધુનિકીકરણ અને સ્થાનિક ઉત્પાદન તથા નિકાસને પ્રોત્સાહિત કરતી સરકારની મજબૂત નીતિઓથી ઊભા થઈ રહ્યા છે.
વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ સતત વધતો રહ્યો છે અને 2024માં 2.7 ટ્રિલિયન યુએસ ડોલરને પાર કરી ગયો છે. વધતા ભૂરાજકીય તણાવ, પ્રાદેશિક સંઘર્ષો અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની દિશામાં થતા પરિવર્તનને કારણે આ વૃદ્ધિ નોંધાઈ છે.
ભારતનું ડિફેન્સ બજેટ નાણાંકીય વર્ષ 2014ની સરખામણીમાં લગભગ 2.7 ગણું વધીને નાણાંકીય વર્ષ 2026માં અંદાજે રૂ. 6.8 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે દેશની ડિફેન્સ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે સરકારની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે જ સમયે, છેલ્લા પાંચ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદન લગભગ દોગણું થયું છે અને 2029 સુધી તેને ફરી બમણું કરવાની સત્તાવાર લક્ષ્યરેખા નક્કી કરવામાં આવી છે. સંરક્ષણ નિકાસમાં પણ ઝડપથી વધારો થયો છે, જે નાણાંકીય વર્ષ 2017માં રૂ. 2,000 કરોડથી ઓછી હતી અને તે વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 23,000 કરોડથી વધુ થઈ ગઈ છે, જે ભારતીય સંરક્ષણ પ્લેટફોર્મ્સ અને સિસ્ટમ્સને વૈશ્વિક સ્તરે વધતી સ્વીકાર્યતા દર્શાવે છે.
એક્સિસ નિફ્ટી ઈન્ડિયાડિફેન્સ ઈન્ડેક્સ ફંડ:
એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ તેના આધારભૂત ઈન્ડેક્સનું અનુસરણ કરીને એવી પસંદગીની કંપનીઓમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરે છે, જેઓની આવકનો મહત્વપૂર્ણ હિસ્સો સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓમાંથી આવે છે. આ ઈન્ડેક્સમાં એરોસ્પેસ અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ, શિપબિલ્ડિંગ, એક્સપ્લોઝિવ્સ અને સંબંધિત સેવાઓ સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. કંપનીઓને નિર્ધારિત પાત્રતા માપદંડોના આધારે પસંદ કરવામાં આવે છે અને તેમનું વેઇટેજ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશનના આધારે યોગ્ય મર્યાદાઓ સાથે નક્કી કરવામાં આવે છે. ઈન્ડેક્સનું અર્ધવાર્ષિક પુનઃસંતુલન (રિબેલેન્સિંગ) કરવામાં આવે છે, જેથી શિસ્ત અને પારદર્શકતા જળવાઈ રહે.
ફંડની મુખ્ય ખાસિયતોઃ
ભારતનું સંરક્ષણ ક્ષેત્ર હાલમાં મજબૂત માળખાગત વૃદ્ધિના ચક્રમાંથી પસાર થઈ રહ્યું છે, જેને વધતા સ્થાનિક સંરક્ષણ ખર્ચ, આત્મનિર્ભર ભારત હેઠળ સરકારના મજબૂત પ્રોત્સાહન અને નીચા આધાર પરથી ઝડપથી વધી રહેલી સંરક્ષણ નિકાસનો આધાર મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે બહુધ્રુવી વિશ્વ વ્યવસ્થાની દિશામાં થતા પરિવર્તનને કારણે સંરક્ષણ પાછળનો ખર્ચ લાંબા ગાળે ઊંચો રહેવાની શક્યતા છે, જે ભારતીય ડિફેન્સ કંપનીઓ માટે નવી તકો ઊભી કરે છે, જ્યારે તાજેતરના બજાર સુધારાઓને કારણે મૂલ્યાંકન પણ તુલનાત્મક રીતે આકર્ષક બન્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
