હેલ્થ રીટર્ન્સ ™  દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પુરસ્કૃત કરવામાં આવશેOPD, વેલનેસ અને આવક સુરક્ષાનાં લાભો સાથે વીમાને ક્લેમથી પણ આગળ વિસ્તારે છે

અમદાવાદ, 21 મે: આદિત્ય બિરલા કેપિટલની હેલ્થ ઇન્સ્યોરન્સ શાખા, આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (“ABHICL”), એ આજે ‘એક્ટિવ યુવા’ (Activ Yuva) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક સ્વાસ્થ્ય-કેન્દ્રિત ઇન્સ્યોરન્સ પ્લાન છે જે યુવા ભારતીયોની બદલાતી જીવનશૈલી અને વેલનેસ (સ્વાસ્થ્ય) ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ઓફરના ભાગરૂપે, એક વ્યાપક વેલનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે જે ABHICL ના હેલ્થ રીટર્ન્સ™ ના અભિગમ પર આધારિત છે, જે વ્યક્તિઓને પોષણ, ફિટનેસ અને રિકવરી (સાજા થવામાં) માં રોજિંદા તંદુરસ્ત વર્તન માટે પુરસ્કૃત કરે છે.

વાર્ષિક પ્રીમિયમના 100 ટકા સુધીની રકમ પરત મેળવવા માટે રોજના 10000 ડગલાં ચાલો….!!!!!

ABHICL તેના હેલ્થ રીટર્ન્સ™ મોડેલ દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સને ‘હેલ્થ એશ્યોરન્સ’ (સ્વાસ્થ્યની ખાતરી) તરીકે પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે, જેમાં રોજિંદા 10,000  અથવા તેથી વધુ પગલાં ચાલવા અથવા એક જ કસરતના સત્રમાં 300  કેલરી બાળવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા વધુ સ્વસ્થ જીવન જીવવા માટે પુરસ્કૃત કરવામાં આવે છે. જે ગ્રાહકો સતત સક્રિય રહે છે અને મજબૂત હેલ્ધી હાર્ટ સ્કોર ધરાવે છે, તેઓ તેમના વાર્ષિક પ્રીમિયમના 100 ટકા સુધીની રકમ પરત મેળવી શકે છે.

નવો ‘એક્ટિવ યુવા’ પ્લાન, લઘુત્તમ એક્ટિવ ડેઝ™ ના માપદંડો પૂરા કરતા ગ્રાહકો માટે   ત્રણ સ્તંભો – ઇટ (Eat – ખાવું), મૂવ (Move – સક્રિય રહેવું) અને હીલ (Heal – સાજા થવું) – પર આધારિત વ્યાપક વર્તણૂક  સંબંધિત રિવોર્ડ્સ પ્રોગ્રામ સાથે આ પ્રસ્તાવને વધુ બહેતર બનાવે છે.

“છેલ્લા એક દાયકામાં, અમે ગ્રાહકોને માત્ર ક્લેમ સેટલમેન્ટ (વીમાના દાવા) પૂરતું જ નહીં, પરંતુ તેમની સમગ્ર સ્વાસ્થ્ય સફર દરમિયાન મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ અનુભવ દર્શાવે છે કે આ કેટેગરીમાં વૃદ્ધિ  ત્યારે જ આવશે જ્યારે અમે ગ્રાહકો માટે માત્ર ક્લેમના સમયે જ નહીં, પરંતુ બે ક્લેમની વચ્ચેના સમયગાળામાં પણ ઉપયોગી બની રહીશું. ‘એક્ટિવ યુવા’ આ પરિવર્તનને ધ્યાનાં રાખીને જ બનાવવામાં આવ્યો છે, જે ઇન્સ્યોરન્સને માત્ર મેડિકલ ઇમરજન્સી પૂરતો મર્યાદિત ન રાખતા, આખું વર્ષ રોજિંદા જીવનનો એક સક્રિય હિસ્સો બનાવે છે.”

સ્વાસ્થ્ય પ્રત્યે ગ્રાહકોનો અભિગમ વધુ સક્રિય અને નિરંતર બની રહ્યો હોવા છતાં, વીમાને હજુ પણ એક વન-ટાઇમ (એકવાર ખરીદવા યોગ્ય) અને ટ્રાન્ઝેક્શનલ પ્રોડક્ટ તરીકે જોવામાં આવે છે, જેની રોજિંદા જીવનમાં બહુ ઓછી ભૂમિકા હોય છે. ‘એક્ટિવ યુવા’ રોજિંદી સ્વાસ્થ્ય સંબંધિત આદતોને વાસ્તવિક લાભો સાથે જોડીને આ બદલાવનો પ્રતિસાદ આપે છે, જે ઇન્સ્યોરન્સને યુવા ગ્રાહકો માટે વધુ સુસંગત, લવચીક  અને આકર્ષક બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)