વીમા ક્ષેત્રમાં ગ્રાહકો સાથે સીધા જોડાણનો અભાવ યથાવત

અમદાવાદ, 26 મે: કન્સલ્ટીંગ ફર્મ પ્રેક્સિસ ગ્લોબલ અલાઈયન્સ (Praxis Global Alliance)ના એક અહેવાલ પ્રમાણે ભારતના જનરલ ઈન્શ્યોરન્સ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીઝ કસ્ટમર ઓનરશિપ અને અંડરરાઈટિંગ શિસ્તતાને બદલે ગ્રોથને વધારે પ્રાથમિકતા આપી રહી છે, જેથી વચેટીયાઓ પર વધી રહેલી નિર્ભરતાને લીધે લાંબા સમયની નફાકારકતા પર દબાણ આવી રહ્યું છે.

ભારતમાં વીમાનો આશરે 80 ટકા વ્યવસાય હજુ પણ એજન્ટો,બ્રોકર્સ, બેંકાસ્યોરન્સ અને OEM ચેનલો જેવા માધ્યમો દ્વારા જ ચાલે છે. તેના કારણે ડિસ્ટ્રીબ્યુટર્સને પોતાના તરફ આકર્ષિત કરવા માટે વીમા કંપનીઓ વચ્ચે સ્પર્ધા ખૂબ વધી ગઈ છે, જે ઊંચા કમિશન ચૂકવણી તરફ દોરી જાય છે અને ગ્રાહકો સાથેના સીધા સંબંધોને નબળા પાડે છે.

વીમા કંપનીઓ ગ્રાહકો સાથે લાંબા ગાળાના સીધા સંબંધો નિર્માણને બદલે ડિસ્ટ્રીબ્યુટર્સ સુધી પોતાની પહોંચ વધારવા માટે વધુ ને વધુ સ્પર્ધા કરી રહી છે.પરિણામે ગ્રાહકો અવારનવાર વીમા કંપનીઓને બદલે આ ઈન્ટરમીડિયર્સ પ્રત્યે વફાદાર રહે છે, જેના કારણે નવા ગ્રાહક મેળવવા,પોલિસી રિન્યૂ કરાવવી અને ગ્રાહકો સાથે જોડાયેલા રહેવાની તમામ પ્રક્રિયા પર એજન્ટો અને વિતરકોનું જ નિયંત્રણ રહે છે.

પ્રેક્સિસે તેને “પુનઃ-અધિગ્રહણ-આધારિત વૃદ્ધિ” તરીકે ગણાવી છે,જેમાં વીમા કંપનીઓ પોલિસીના રિન્યુઅલ વખતે પણ વારંવાર નવા ગ્રાહક મેળવવા જેવો જ મોટો ખર્ચ કરે છે. સમગ્ર સેક્ટરમાં અંડરરાઈટિંગ નફાકારકતા માળખાકીય રીતે નબળી રહી છે,જેમાં કમ્બાઈન્ડ રેશિયો સતત 100 ટકાથી ઉપર રહ્યો છે,જે અંડરરાઈટિંગમાં થતું નુકસાન દર્શાવે છે.

પ્રેક્સિસ (Praxis)ના અંદાજ પ્રમાણે અંડરરાઈટિંગ નુકસાન નેટ રિટન પ્રીમિયમ(NWP)ના લગભગ 13 ટકા જેટલું છે કે જ્યારે રોકાણમાંથી થતી આવક NWPમાં આશરે 21 ટકા યોગદાન આપે છે.આ બાબત દર્શાવે છે કે વીમા કંપનીઓ નફાકારકતા જાળવી રાખવા માટે હજુ પણ ટ્રેઝરી આવક અને રોકાણના નફા પર વધુ પડતો આધાર રાખે છે.

વીમા કંપનીઓ ગ્રાહકો સાથે સીધું અને વધુ મજબૂત જોડાણ  ઊભું કરશે, તેઓ લાંબા ગાળે વેલ્યુ ક્રિએશન માટે વધુ સારી સ્થિતિમાં હશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)