પ્રથમ પ્રકારની ભાગીદારી છે, જે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગસાહસો અને સરકારોને ખાસ ડોમેઇન ધરાવતી AI સિસ્ટમ ડિઝાઇન કરવા, તેને શ્રેષ્ઠ બનાવવા અને તેનો અમલ કરવામાં મદદરૂપ થશે, જે ગ્રાહકોને શ્રેષ્ઠ નિયંત્રણ આપે છેTCS ઉદ્યોગની જરૂરિયાત અનુસાર વિશિષ્ટ સમાધાનો અને વહેલાસર મોડેલની પહોંચ સાથે મોટા પાયે AI ઇનોવેશનને આગળ વધારવા મિસ્ટ્રલ માટે ખાસ સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપિત કરશે

પેરિસ | મુંબઈ, 29 મે, 2026 : IT સેવાઓ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) (BSE: 532540, NSE: TCS)એ આજે દુનિયાની અગ્રણી AI કંપનીઓ પૈકીની એક મિસ્ટ્રલ સાથે સીમાચિહ્નરૂપ વ્યૂહાત્મક જોડાણ કરવાની જાહેરાત કરી હતી. આ જોડાણના ભાગરૂપે TCS મિસ્ટ્રલ ફોર્જની પ્રથમ ગ્લોબલ સિસ્ટમ્સ ઇન્ટિગ્રેટર પાર્ટનર બની ગઈ છે. મિસ્ટ્રલ ફોર્જ એ મિસ્ટ્રલની અત્યાધુનિક સિસ્ટમ છે, જેની મદદથી ઉદ્યોગસાહસો પોતાના ઉદ્યોગસાહસની જાણકારી અને ખાસ ડોમેઇન ડેટાના આધારે શ્રેષ્ઠ AI મોડલ બનાવી શકે છે. આ જોડાણમાં મિસ્ટ્રલની શ્રેષ્ઠ AI ક્ષમતાઓનો TCSની ઉદ્યોગસાહસિક ગ્રાહકોની ઊંડી સમજણ, ડોમેઇન જાણકારી અને એન્જિનીયરિંગની શ્રેષ્ઠ કુશળતાઓ સાથે સમન્વય થયો છે, જેથી બંને કંપનીઓને ઉદ્યોગસાહસ AIને વધારે ઝડપથી અને જવાબદારી સાથે આગળ વધારવામાં મદદ મળી શકે.

આ વ્યૂહાત્મક જોડાણના ભાગરૂપે TCS ઉદ્યોગસાહસો માટે તેમની જરૂરિયાત અનુસાર AI મોડલ બનાવવા મિસ્ટ્રલ ફોર્જનો ઉપયોગ કરશે. એનાથી ગ્રાહકોને પોતાના ડેટા અને ઉદ્યોગસાહસના સંદર્ભનો ઉપયોગ કરીને નિર્ણયો લેવા પરિણામોને શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે. આ જોડાણ સમગ્ર ઉત્તર અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, યુરોપ અને એશિયા-પેસિફિકમાં TCSની મજબૂત આંતરરાષ્ટ્રીય કામગીરીનો લાભ ઉઠાવશે, જેથી ઉદ્યોગની જરૂરિયાતો, કામગીરીઓ અને નિયમનકારક જરૂરિયાતોના હિસાબે AI સમાધાન આપી શકાય. આ જોડાણ શરૂઆતમાં બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI), ઉત્પાદન, હેલ્થકેર અને સરકારી સાહસો જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરશે, જેમાં વિશ્વસનિય AI સ્વીકાર્યતા સતત વધારે જરૂરી થતી જાય છે.

TCS સંયુક્તપણે ઇનોવેશનને વેગ આપવા, ઉદ્યોગ માટે ખાસ સમાધાનો બનાવવા, પ્રોજેક્ટ સમયસર પૂરો કરવા ટેકો આપવા અને મિસ્ટ્રલના બીટા મોડલની વહેલાસર સુલભતા મારફતે ક્લાયન્ટ વેલ્યુને વેગ આપવા ખાસ મિસ્ટ્રલ સેન્ટર ઑફ એક્સલન્સ પણ સ્થાપિત કરશે. આ સેન્ટર ઑફ એક્સલન્સ અદ્યતન કુશળતાઓ સાથે સજ્જ પ્રતિભાઓ, કાર્યકેન્દ્રીત તાલીમ તથા AI સમાધાનોની ડિઝાઇન, સ્થાપના અને સંચાલન માટે જરૂરી ક્ષમતાઓ માટે વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે કામ કરશે.

મિસ્ટ્રલના સીઇઓ અને સહ-સ્થાપક આર્થર મેન્સ્ચે કહ્યું હતું કે, “TCSની આંતરરાષ્ટ્રીય સ્તર અને ઉદ્યોગની પ્રસ્તુત જાણકારી તેને મિસ્ટ્રલ ફોર્જ માટે એક આદર્શ પાર્ટનર બનાવે છે. અમે ખભેખભો મિલાવીને દુનિયાભરના ઉદ્યોગસાહસોને પ્રયોગોથી આગળ વધીને વાસ્તવિક દુનિયામાં AIનો અમલ કરવા સક્ષમ બનાવી રહ્યાં છે – એવી સિસ્ટમ્સની સાથે જે ખુલ્લી છે, ઉત્પાદન માટે તૈયાર છે તથા તેમની વ્યૂહાત્મક અને કામગીરી સંબંધિત જરૂરિયાતોને અનુરૂપ છે.”

TCSના સીઇઓ અને એમડી કે. ક્રિતિવાસને કહ્યું હતું કે, મિસ્ટ્રલ સાથેની ભાગીદારી TCSની એન્ટરપ્રાઇઝ AIને વિશ્વસનિય, નિયંત્રણ અને અનુભવી શકાય એવા વ્યાવસાયિક પરિણામોને કેન્દ્રમાં રાખીને મોટા પાયે લાગુ કરવાની કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે. આ ભાગીદારી TCSની AI ઇકોસિસ્ટમનો વિસ્તાર છે, જેથી TCSને પોતાના ગ્રાહકો માટે વિશિષ્ટ સમાધાન પ્રસ્તાવ તૈયાર કરવા એક અજોડ સ્થિતિ મળી છે. મિસ્ટ્રલ સાથે મળીને અમે અમારા ઉદ્યોગસાહસિક ગ્રાહકો માટે વિશિષ્ટ ઔદ્યોગિક પડકારો, નિયમનકારક જરૂરિયાતો અને સાથે સાથે સાર્વભૌમિક જરૂરિયાતોનું સમાધાન કરીશું.”

ઇન્ટેલિજન્સ AI વ્યૂહરચના પ્રત્યે પોતાના બહોળા માળખાના ભાગરૂપે TCSએ માળખા, મોડલ, ડેટા, એપ્લિકેશન, પ્લેટફૉર્મ તથા ફિઝિકલ અને ડિજિટલ ઇન્ટેલિજન્સ એમ તમામમાં રોકાણ કરવાનું જાળવી રાખ્યું છે. આ દુનિયાની સૌથી મોટી AI આધારિત ટેકનોલોજી સર્વિસ કંપની બનવાની TCSની આકાંક્ષાને અનુરૂપ છે. એ આકાંક્ષાને આધારે એક પાંચ પિલર ધરાવતી વ્યૂહરચના છે, જે સંપૂર્ણ ઉદ્યોગમાં AIને સામેલ કરવા, AI આધારિત ડીલિવરી ક્ષમતાઓ વધારવા અને ગ્રાહકો માટે જાણવા-અનુભવવા યોગ્ય વ્યાવસાયિક પરિણામો આપવા પર કેન્દ્રીત છે.