નેટિક્સિસ CIBએ ગિફ્ટ સિટીમાં શાખા શરૂ કરી
અમદાવાદ, 24 એપ્રિલઃ નેટિક્સિસ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) માં પોતાની નવી શાખા શરૂ કરી છે. આ પહેલ કંપનીની લાંબા ગાળાની વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેના માધ્યમથી તે ભારત તેમજ એશિયા પેસિફિક ક્ષેત્રમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવશે. ગિફ્ટ સિટી શાખા નેટિક્સિસ સીઆઈબીને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા, આંતરરાષ્ટ્રીય વૈવિધ્યતા વધારવા અને ભારતમાં ક્લાયન્ટ સેવાઓને વધુ મજબૂત બનાવવામાં સહાય કરશે.
આ શાખાનું નેતૃત્વ નેટિક્સિસ આઈએફએસસી બેંકિંગ યુનિટ, ગિફ્ટ આઈએફએસસીના હેડ પ્રણવ વ્યાસ કરશે. બેંકિંગ ક્ષેત્રમાં 23 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા પ્રણવ અગાઉ જેપીમોર્ગન ચેઝની ગિફ્ટ સિટી શાખામાં આઈબીયુના હેડ તરીકે કાર્યરત હતા અને ગિફ્ટ સિટીમાં સફળ સંસ્થા ઉભી કરવાની નોંધપાત્ર કુશળતા ધરાવે છે. તેમને ભારતીય બજાર અંગે ઊંડો અનુભવ છે અને ભારતમાં બિઝનેસ વિસ્તરણનો વ્યાપક અનુભવ છે. તેઓ સિંગાપોર સ્થિત સિનિયર કન્ટ્રી મેનેજર અને સાઉથ ઈસ્ટ તથા સાઉથ એશિયા નેટિક્સિસ સીઆઈબીના વડા સંજીવ કુમારને રિપોર્ટ કરશે અને ગિફ્ટ સિટીમાં આઈબીયુ ટીમનું નેતૃત્વ સંભાળશે. તેઓ વ્યૂહાત્મક દિશા આપશે, કામગીરીમાં કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે અને વિસ્તારમાં બિઝનેસ વૃદ્ધિને આગળ ધપાવશે.
નેટિક્સિસ સીઆઈબીના એશિયા પેસિફિકના સીઈઓ બ્રુનો લે સેન્ટે જણાવ્યું હતું કે “ગિફ્ટ સિટીમાં અમારી નવી શાખાની સ્થાપના અમારી એશિયા પેસિફિક વિસ્તરણ વ્યૂહરચનાને અમલમાં મૂકવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને પ્રદેશમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવે છે. તે ભારતના નાણાંકીય ક્ષેત્ર પ્રત્યે અમારી લાંબા સમયથી ચાલતી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે અમારા માટે વ્યૂહાત્મક વૃદ્ધિનું મહત્વપૂર્ણ બજાર છે, અને એશિયા પેસિફિક વિસ્તારમાં ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે અમારી ક્ષમતા વધારે છે.”
સિંગાપોર સ્થિત સિનિયર કન્ટ્રી મેનેજર અને સાઉથ ઈસ્ટ તથા સાઉથ એશિયા નેટિક્સિસ સીઆઈબીના હેડ સંજીવ કુમારે ઉમેર્યું હતું કે, ભારતના મુખ્ય ફાઇનાન્શિયલ સેન્ટરમાં આવેલી આ નવી શાખા અમને ઓનશોર અને ઓફશોર બંને પ્રકારના ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા સક્ષમ બનાવશે અને અમારા વૈશ્વિક નેટવર્ક અને પ્રોડક્ટ નિપુણતા દ્વારા ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપશે. પ્રણવ વ્યાસને ગિફ્ટ સિટીના આઈબીયુ હેડ તરીકે આવકારતા અમે આનંદિત છીએ, જેઓ એક અનુભવી અને વ્યૂહાત્મક નેતા તરીકે અમારી શાખાના વિકાસને વધુ મજબૂત બનાવશે.
ગિફ્ટ સિટી શાખા ઊંચી કિંમત ધરાવતા અને વિશિષ્ટ નાણાંકીય સોલ્યુશન્સ ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વૈશ્વિક સ્તરે આગળ વધવા ઈચ્છતા ભારતીય ગ્રાહકોને સમર્થન આપશે અને સાથે જ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ભારતના ગતિશીલ અને વિકસતા નાણાંકીય બજારો સાથે જોડશે.
કાર્યાત્મક જરૂરિયાતો અને નિયમનકારી માળખાને અનુરૂપ, નેટિક્સિસ સીઆઈબી બિઝનેસ વૃદ્ધિ સાથે તાલમેલ રાખીને શાખાને ધીમે ધીમે વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. આ શાખાને વિસ્તારમાં આવેલી વર્તમાન એકમો પાસેથી કામગીરી અને માળખાકીય સપોર્ટ મળશે, જેમાં કંપનીનું સ્થાપિત ટેકનોલોજી અને ઓપરેશન્સ હબ નેટિક્સિસ ગ્લોબલ સર્વિસિસ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ પણ સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
