અદાણી ગ્રીન એનર્જીએ ૨૦ ગીગાવોટ કાર્યકારી ક્ષમતા પાર કરી

અમદાવાદ, 2 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૨૦ ગીગાવોટની કાર્યરત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાનો આંક વટાવી ગ્રીનફિલ્ડ વિકાસ મારફત આ સીમાચિહ્ન હાંસલ કરનારી ભારતની પ્રથમ નવીનીકરણીય ઉર્જા કંપની બની છે. બાવન અબજ યુનિટથી વધુ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરતી અદાણી ગ્રીનનું યોગદાન ભારતના વીજ વપરાશના લગભગ ૩ ટકા છે. જે ન્યુયોર્કને એક વર્ષ માટે તથા સમગ્ર મુંબઈ અને નવી દિલ્હીને સંયુક્ત રીતે વીજળી આપવા લગભગ બરાબર છે.            તમિલનાડુના કામુથી ખાતે અદાણી ગ્રીન એનર્જીના વર્ષ ૨૦૧૬માં પ્રથમ નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ કાર્યરત   કર્યાના એક દાયકામાંજ હાંસલ કરવામાં આવેલું આ સિમાચિહ્ન ભારતના સૌથી વિરાટ અને ઝડપી ગ્રીનફિલ્ડ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ઉમેરો દર્શાવે છે. ગત નાણા વર્ષ ૨૬માં કંપનીએ ૫,૦૫૧ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરી હતી  જે ચીન બહારની કોઈપણ કંપની દ્વારા ઉમેરવામાં આવેલ વાર્ષિક નવીનીકરણીય ક્ષમતા કરતા આ વધારો સૌથી વધુ છે.

અદાણી ગ્રીન એનર્જી લિ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ માં ૨૦ ગીગાવોટને વટાવીને શિસ્તબદ્ધ અમલીકરણ અને દિર્ઘદ્રષ્ટી કેટલી ઉંચાઇ પ્રાપ્ત કરી શકે છે તે દર્શાવે છે.તેમણે ઉમેર્યું હતું કે કંપનીના લાંબા ગાળાના ભાગીદારો અને કાર્યક્ષમ ટીમનું બળ આજે મુંબઈ અને નવી દિલ્હીની સંયુક્ત વાર્ષિક વીજ જરૂરિયાતને સંતોષી શકે તેટલી માત્રામાં નવીનીકરણીય વીજળી પહોંચાડવા સાથે દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત અને સ્વચ્છ ઉર્જા સંક્રમણને ગતિ આપે છે.

કંપનીની કાર્યરત ક્ષમતામાં લગભગ ૧૪.૨ ગીગાવોટ  સૌર, ૨.૭  ગીગાવોટ પવન અને ૩.૩ ગીગાવોટ પવન-સૌર હાઇબ્રિડ શામેલછે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીએ ૩.૫૫ GWh ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ કાર્યરત કરવા સાથે આ ચીનની બહાર અને વૈશ્વિક સ્તરે ઝડપથી અમલમાં મુકાયેલી સિસ્ટમમાંની એક છે.

ચાલુ નાણા વર્ષમાં કલાકના ૧૦ ગીગાવોટ બેટરી સ્ટોરેજ ઉમેરવાની અને આગામી પાંચ વર્ષમાં આ ક્ષમતાને ૫૦ ગીગાવોટ કરવાની કં૫નીની યોજના ૨૦૩૦ સુધીમાં તેના ૫૦ ગીગાવોટના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યને ટેકો આપે છે.

      ગુજરાતના કચ્છના ખાવડામાં ૫૩૮ ચોરસ કિ.મી.ની ઉજ્જડ જમીનમાં આકાર લઇ રહેલા અને વિકાસના આગામી તબક્કાનું કેન્દ્રબિંદુ રહેલા અદાણી ગ્રીન એનર્જીના વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટની આયોજિત ક્ષમતા ૩૦ ગીગાવોટ છે. કં૫નીએ આ સ્થળે ક્યારની ૯.૫ ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતા શરૂ કરી દીધી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)