નવાં લિસ્ટેડ આસ્થા સ્પિન્ટેક્સમાં 5 ટકાની લોઅર સર્કિટ
અમદાવાદ, 9 જુલાઇઃ નવા લિસ્ટેડ થયેલા આસ્થા સ્પિન્ટેક્સના શેરમાં બુધવારે 5%ની લોઅર સર્કિટ વાગવા સાથે શેર રૂ. 123.19ની સપાટીએ બંધ રહ્યો હતો. એટલું જ નહિં રોકેલી મૂડીમાં પણ 10 ટકાનું ગાબડું પડેલું જોઇને આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોમાં ભારે નિરાશાનું વાતાવરણ સર્જાયું હતું. શેરની કિંમત IPO કિંમતથી લગભગ 10% નીચે જતી રહી છે. 8 જુલાઈ, 2026 ના રોજ આસ્થા સ્પિન્ટેક્સ લિમિટેડના શેર 5% લોઅર સર્કિટ સાથે બંધ રહ્યા હતા. 6 જુલાઈના રોજ કંપનીના શેરબજારમાં પ્રવેશ પછી સતત ઘટાડાની ચાલ જોવા મળી છે.
ગુજરાત સ્થિત કાપડ ઉત્પાદક કંપનીએ BSE અને NSE બંને પર પ્રતિ શેર રૂ. 130 પર લિસ્ટિંગ કર્યું હતું, જે તેના IPO રૂ. 136 ના ઇશ્યૂ ભાવ કરતાં 4.41% ડિસ્કાઉન્ટ હતું. 29 જૂનથી 1 જુલાઈ સુધીના બિડિંગ સમયગાળા દરમિયાન કંપનીના રૂ. 170 કરોડના પબ્લિક ઇશ્યૂને કુલ 4.64 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યા હોવા છતાં નબળા લિસ્ટિંગથી રોકાણકારોમાં નિરાશાની લાગણી જન્મી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
