મુંબઈ, 26 એપ્રિલ:

જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (AEO) તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. AEO પ્રોગ્રામ સર્ક્યુલર નં. 37/2011-કસ્ટમ્સ અંતર્ગત 23 ઓગસ્ટ, 2011ના રોજ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પહેલને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવતો AEO પ્રોગ્રામ વિવિધ ક્ષેત્રોમાં સરળ નિકાસની ઉપલબ્ધતા કરાવે છે. પરિણામે નિકાસકારોના સમય અને ખર્ચની બચત થાય છે. અનેક લાભો મળતાં હોવા છતાં અગાઉ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે આ પ્રોગ્રામમાં ભાગ લેવાનું ટાળ્યું હતું.

સંબંધિત મંત્રાલયો સાથે સક્રિય જોડાણ દ્વારા GJEPCએ AEO પ્રોગ્રામમાં જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને સામેલ કરવા હિમાયત કરી હતી. પરિણામે, નાણા મંત્રાલયે AEO પ્રોગ્રામમાં ભાગ લેવા માટેની અરજીનો સ્વીકાર કરતાં જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને AEO સંબંધિત લાભો લેવા સક્ષમ બનાવી છે.

આ માઈલસ્ટોન સાથે GJEPCએ હાલમાં જ ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (AEO) સ્ટેટસ વિશે માહિતી આપતો ઈન્ફોર્મેટિવ આઉટરીચ પ્રોગ્રામ યોજ્યો હતો. ભારત ડાયમંડ બોર્સ ખાતે 18 માર્ચ, 2024ના રોજ યોજાયેલી આ ઈવેન્ટમાં આંતરરાષ્ટ્રીય વેપારોમાં વધારો, સપ્લાય ચેઈન સિક્યુરિટીને વધુ મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં સુધારો કરવાના હેતુ સાથે ઈન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સ એકઠા થયા હતા.

20 કંપનીઓએ AEO સ્ટેટસ માટે અરજી કરી છે. આ અરજીઓમાંથી હાલ ટોચની ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર એશિયન સ્ટારને AEO સ્ટેટસ માટે મંજૂરી મળી છે. આ સર્ટિફિકેટ સાથે તે જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીની પ્રથમ ભારતીય કંપની બની છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)