કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક્સનો IPO 17 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.402-404
| આઇપીઓ ખૂલશે | 17 જુલાઇ |
| આઇપીઓ બંધ થશે | 21 જુલાઇ |
| એન્કર બુક | 16 જુલાઇ |
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ.402-404 |
| લોટ સાઇઝ | 35 શેર્સ |
| લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |
| ઇશ્યૂ સાઇઝ | 1,06,13,207 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | ₹450 કરોડ |
અમદાવાદ, 15 જુલાઈ: કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડ (અગાઉ કેલિબર મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) કંપની રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 402/-થી રૂ. 424/-ની પ્રાઇસબેન્ડ સાથે આઇપીઓ યોજવા આવી રહી છે. કંપનીનો આઇપીઓ શુક્રવાર, 17 જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને મંગળવાર, 21 જુલાઈના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 35 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 35 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા 5,59,41,823 ઇક્વિટી શૅર બાકી છે. 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતી આ ઓફરમાં રૂ.40,000 લાખ સુધીનો નવો ઇશ્યૂ અને પ્રમોટર્સ – મોહિત સતીશકુમાર ચઢ્ઢા, અનુજ કૃષ્ણલાલ ચઢ્ઢા, મનીષ કૃષ્ણલાલ ચઢ્ઢા અને રાહુલ રોશનલાલ ચઢ્ઢા દ્વારા રૂ. 5,000 લાખ સુધીની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે.
ઇશ્યૂનો હેતુ અને નાણાના ઉપયોગની વિગતો
રૂ.20,800 લાખના તેના નવા ઇશ્યુમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી માટે, રૂ.16,700 લાખ વાણિજ્યિક વાહનો, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટેના મૂડી ખર્ચ માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે. કંપનીએ બુક-રનિંગ લીડ મેનેજર સાથે પરામર્શ કરીને, રૂ.10,000 લાખ સુધીનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ કરી લીધું છે. આ ઓફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ચોખ્ખી ઓફરનો 50% હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશલ ખરીદદારોને અને ચોખ્ખી ઓફરનો 15% અને 35% થી ઓછો હિસ્સો અનુક્રમે બિન-સંસ્થાકીય રોકાણકાર અને રિટેલ રોકાણકારોને ફાળવવમાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
2014 માં સ્થાપિત, કંપની એક ખાણકામ ઓપરેટર છે, જે એક સંકલિત સેવા પ્રદાતા તરીકે ઓવરબર્ડન દૂર કરવા, કોલસા કાઢવા અને કોલસા લોજિસ્ટિક્સનું સંચાલન કરે છે. 30 એપ્રિલ, ૨2026 સુધીમાં, તેની પાસે 1,911 વાહનો, પ્લાન્ટ અને મશીનરીનો કાફલો છે (જેમાં 100 ભાડાપટ્ટે આપેલા વાહનો, પ્લાન્ટ અને મશીનરીનો સમાવેશ થાય છે) જેમાં 883 ટિપર, 64 લોડર, 162 ખોદકામ કરનારા અને 362 ટિપ ટ્રેઇલરનો સમાવેશ થાય છે. કંપની તેના ગ્રાહકોને કોલસા કાઢવા, ઓવરબર્ડન દૂર કરવા, કોલસા લોડિંગ અને અનલોડિંગ, રોડ ટ્રાન્સપોર્ટેશન અને રેલ પરિવહનનું સંકલન સહિતની એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે, જે તેને વન-સ્ટોપ કોલસા ખાણકામ અને લોજિસ્ટિક્સ પ્રદાતા બનાવે છે. તેની ખાણકામ અને ઓવરબર્ડન દૂર કરવાની કામગીરી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સ્થિત છે; જોકે, તે કોઈપણ ખાણની માલિકી ધરાવતી નથી.
કંપનીના કસ્ટમર્સમાં ઘણી પ્રચલિત અને અગ્રણી કંપનીઓ
કંપનીના સૌથી મોટા ગ્રાહકો કોલ ઇન્ડિયા લિમિટેડ (કોલ ઇન્ડિયા અથવા CIL) ની ખાણ લેતી પેટાકંપનીઓ છે, જેમ કે વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL) અને નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL). લોજિસ્ટિક્સમાં, કંપની 30 એપ્રિલ, 2026 સુધીમાં તેના 1,811 માલિકીના (અને 100 ભાડાપટ્ટે) વાહનો, પ્લાન્ટ અને મશીનરીના કાફલાનો ઉપયોગ કરીને કોલસાના લોડિંગ, અનલોડિંગ અને રોડ ટ્રાન્સપોર્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 30 એપ્રિલ, 2026 સુધીમાં, તેના કાર્યબળમાં 5,521 કર્મચારીઓ હતા જેમાં ચાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેની ઓર્ડર બુક 31 માર્ચ, 2026 ના રોજ રૂ. 5,66,829.69 લાખથી વધીને 15 મે, 2026 ના રોજ રૂ. 9,55,089.08 લાખ થઈ ગઈ.
કંપનીનો નાણાકીય દેખાવ એક નજરે
| Period 31 Mar26 | 31 Mar25 | 31 Mar24 | |
| Total Income | 1,684.66 | 1,435.57 | 957.92 |
| Profit After Tax | 157.90 | 131.55 | 95.90 |
| EBITDA | 430.92 | 349.77 | 243.14 |
| Reserves | 593.96 | 435.71 | 244.93 |
| Total Borrowing | 1,057.61 | 649.27 | 717.88 |
નાણાકીય વર્ષ 26 દરમિયાન તેની કામગીરીમાંથી આવક રૂ. 1,684.66 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 1,435.57 કરોડ હતી. નાણાકીય વર્ષ 2026 દરમિયાન તેનો ચોખ્ખો નફો રૂ. 157.90 કરોડ હતો જે એક વર્ષ અગાઉ રૂ. 131.55 કરોડ હતો.
લીડ મેનેજર્સઃ DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે, અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઓફરનું રજિસ્ટ્રાર છે.
લિસ્ટિંગઃ ઇક્વિટી શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને બીએસઈ લિમિટેડ પર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
