InvIT NDR InvIT રૂ. 750 કરોડનો પબ્લિક ઇશ્યુ લાવશે

12 ઓગસ્ટ, 2026: NDR વેરહાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત પ્રાઇવેટ લિસ્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ NDR InvIT રૂ. 750 કરોડ સુધીનાં યુનિટ્સની પ્રારંભિક જાહેર ઓફર દ્વારા પ્રાઇવેટ લિસ્ટેડ InvIT ને પબ્લિક InvIT માં પરિવર્તિત કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં રૂ. 450 કરોડ સુધીનાં શેરોનો ફ્રેશ ઇશ્યુ અને ઇન્વેસ્ટકોર્પ ઇન્ડિયા વેરહાઉસિંગ આઇએફએસસી ટ્રસ્ટ દ્વારા રૂ. 300 કરોડની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે.

NDR InvIT ટ્રસ્ટ ભારતનું પ્રથમ કાયમી વેરહાઉસિંગ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ InvIT છે. 30 જૂન, 2026નાં રોજ ટ્રસ્ટ 22.97 મિલિયન સ્કવેર ફુટનો કુલ ભાડાપટ્ટાલાયક વિસ્તારનું સંચાલન કરતું હતું, જેમાંથી 21.58 મિલિયન સ્કવેર ફુટનો હાલમાં વિકાસ થઈ રહ્યો છે. તેનો પોર્ટફોલિયો અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઇ, એનસીઆર દિલ્હી અને પૂણે સહિતનાં મહત્વનાં વેરહાઉસિંગ બજારોમાં ફેલાયેલો છે, જે ભારતનાં સંગઠિત વેરહાઉસિંગ સ્ટોકમાં આશરે 80 ટકા હિસ્સો ધરાવે છે એમ જેએલએલનો અહેવાલ જણાવે છે.

સ્પોન્સર કંપની NDR વેરહાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ ભારતની અગ્રણી વેરહાઉસિંગ ડેવલપર્સ તરીકે જાણીતી છે અને મોટી વૈશ્વિક સંસ્થાઓ પાસેથી ભંડોળ પ્રાપ્ત કરવા માટે જનરલ વેરહાઉસિંગ ક્ષેત્રમાં પ્રવેશનાર પ્રથમ કંપની હતી.

ફ્રેશ ઇશ્યુમાંથી મળનારા ભંડોળનો ઉપયોગ પ્રાથમિક સ્તરે રૂ. 297.6 કરોડ સુધીમાં એનડીઆર એડવાન્સ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડનું 100 ટકા એક્વિઝિશન કરવા અને રૂ. 84.2 કરોડ સુધીમાં એનડીઆર સ્ટોરવેલ વેરહાઉસિંગ એલએલપીનું 100 ટકા એક્વિઝિશન કરવા અને બાકીની રકમનું સામાન્ય હેતુઓ માટે કરવામાં આવશે. સૂચિત એક્વિઝિશનથી ટ્રસ્ટની આવક પેદા કરતી જનરલ વેરહાઉસિંગ એસેટ્સને મજબૂત કરવા, વૈવિધ્યીકરણ કરવા અને તેની ભાવિ વૃધ્ધિને ટેકો આપવા માટે કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)