અમદાવાદ, 6 ફેબ્રુઆરી: ટાઈલ્સ, એન્જિનિયર્ડ માર્બલ, ક્વાર્ટઝ અને બાથવેર ઉદ્યોગની અગ્રણી કંપની, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) (https://www.aglasiangranito.com/) એક બ્રાન્ડ કેમ્પેઇન માટે ઓગિલ્વી ઈન્ડિયા સાથે જોડાણ કરી રહી છે. આ પગલા સાથે, એજીએલ સતત બદલાતા હોમ ડેકોર માર્કેટમાં બ્રાન્ડને વધુ મજબૂત કરવાનું વીઝન ધરાવે છે. ઓગિલ્વી ઈન્ડિયા સાથે ભાગીદારી કરીને એજીએલે ગ્રાહકોની પસંદગીઓ અને સપનાં સાથે જોડાયેલી વાર્તાઓ બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આગામી બ્રાન્ડ કેમ્પેઇન એજીએલની ઉત્કૃષ્ટ પ્રોડક્ટ્સને જ હાઇલાઇટ નથી કરતી પરંતુ ગ્રાહકો સાથે ભાવનાત્મક બંધન સ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરે છે, જે વ્યક્તિત્વ અને આધુનિક સંવેદનાઓનું પ્રતિબિંબિત પાડતા લિવિંગ સ્પેસીસનું વિઝન ઓફર કરે છે.

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના સીએમડી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, આ ભાગીદારી એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે કારણ કે એજીએલ તેની બ્રાન્ડની હાજરીને ઉચ્ચ સ્તરે લઇ જવા અને ગ્રાહકવર્ગ સાથે ગહન સ્તરે જોડાવવાનું લક્ષ્ય રાખે છે.

ઓગિલ્વી વેસ્ટના પ્રેસિડેન્ટ અને હેડ ઓફ ઓફિસ હિરોલ ગાંધીએ જણાવ્યું હતું કે, અત્યંત સ્પર્ધાત્મક સિરામિક્સ કેટેગરી, ખાસ કરીને ટાઇલ્સ અને બાથવેરમાં સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ બનવાના તેમના પ્રયત્નોમાં એજીએલ સાથે ભાગીદારીથી યોગ્ય અસર ઊભી કરવાની આશા રાખીએ છીએ.”

માત્ર બે દાયકામાં, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બની ગઈ છે. કંપની ટાઇલ્સ, એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ, સેનિટરીવેર અને ફૉસેટ્સની રેન્જનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. 235થી વધુ ફ્રેન્ચાઈઝી શોરૂમ્સ, 11 કંપની-માલિકીના ડિસ્પ્લે સેન્ટર્સ અને 14,000થી વધુ ટચપોઈન્ટ્સ સહિત સમગ્ર ભારતમાં વિશાળ વિતરણ નેટવર્ક સાથે, એજીએલે નિકાસ દ્વારા 100થી વધુ દેશોમાં પણ તેની પહોંચ વિસ્તારી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)