લેન્સકાર્ટની ‘દ્રષ્ટિ કી દૌડ’ પહેલ શ્રેષ્ઠ વિઝન માટે રોજિંદા સ્ટેપને રાષ્ટ્રીય અભિયાનમાં બદલશે

14 ઓગસ્ટ, 2026 : જ્યારે સ્વતંત્રતા દિવસના વીકેન્ડ એટલે કે 15 અને 16 ઓગસ્ટના રોજ લેન્સકાટ એની લેન્સકાર્ટ એપ પર વર્ચ્યુઅલ રન ઇવેન્ટ ‘દ્રષ્ટિ કી દૌડ’ રન ફોર વિઝન દરમિયાન તમે લઘુતમ 20,000 સ્ટેપ પૂર્ણ કરશો, ત્યારે કંપની તમને ચાર જોડી ચશ્માની જોડ દાન કરશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ભારતીયોને એકમંચ પર લાવે છે, જેથી રોજિંદા ફિટનેસના સામાજિક પરિવર્તનને સામૂહિક કાર્યમાં પરિવર્તિત કરી શકાય, કારણ કે અનેક ભારતીય મોટા આંખોની દેખભાળ સુધી પહોંચવું મુશ્કેલ છે. લગભગ 35 કરોડ ભારતીયો આંખોની દેખભાળનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તમામ દાન એની નોન-પ્રોફિટ સંસ્થા લેન્સકાર્ટ ફાઉન્ડેશન મારફતે થશે. 

કેમ્પેનના વીડિયોની લિન્ક : https://www.instagram.com/reels/Db-ziEaJba1/ 

તેમાં સહભાગી થવા તમે લેન્સકાર્ટ એપ ઓપન કરી શકો છો અને ‘દ્રષ્ટિ કી દૌડ’ બેનર પર ટેપ કરીને શરૂઆત કરી શકો છો અને જણાવેલી રીતોથી પોતાના ફોન પર કોઈ પણ હેલ્થ એપની સાથે સિંક કરી શકો છો. લેન્સકાર્ડ ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવનાર પ્રીસ્ક્રિપ્શન ચશ્માની સંખ્યા પૂર્ણ કરેલાં સ્ટેપ્સને આધારે થશે, જેમાં 20,000 સ્ટેપ પર એક જોડી, 30,000 સ્ટેપ પર બે જોડી, 40,000 સ્ટેપ પર ત્રણ જોડી અને 50,000 સ્ટેપ પર ચાર જોડી દાન કરવામાં આવશે. જે લોકો આ ચેલેન્જ પૂર્ણ કરશે, તેઓ એક સાથે પર્સનલાઇઝ ડિજિટલ ફિનિશર ફ્રેમ ડાઉનલોડ કરી શકશે, જેને તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે અને તેમના નામ હંમેશાં માટે લેન્સકાર્ટ ફાઉન્ડેશન પેજ પર જોવા મળશે.

દુનિયાની અગ્રણી આઇવેર કંપની લેન્સકાર્ટે આઇવેરથી આગળ વધીને આંખો પ્રત્યે પોતાની કટિબદ્ધતા અદા કરવા અને દ્રષ્ટિ પ્રત્યે જાગૃત ભારતની દિશામાં કામ કરવા લેન્સકાર્ડ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.  ‘દ્રષ્ટિ કી દૌડ’ લેન્સકાર્ડની ‘રન ફોર ફ્રેમ’ મૂવમેન્ટની સફળતા પર આધારિત છે, જેમાં ભારત, થાઇલેન્ડ અને સિંગાપોરમાંથી લગભગ 10 લાખોએ લેન્સકાર્ટ એપ મારફતે એકમંચ પર આવીને રિવોર્ડ મેળવ્યા હતા. જ્યારે ભારત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા એકમંચ પર આવી રહ્યો છે, ત્યારે ફાઉન્ડેશન એક પગલું આગળ વધીને રોજિંદી આદતનો ઉપયોગ કરીને વ્યક્તિગત કામને મોટા સામાજિક ઉદ્દેશ સાથે જોડે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)