FAITTA દ્વારા પૂરગ્રસ્ત આસામને ₹81.36 લાખની સહાય

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA)ના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈની આગેવાની હેઠળ સંસ્થાએ આસામના પૂર પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. FAITTA એ રાજ્યમાં પૂર રાહત કાર્યો માટે મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF) માં રૂપિયા 81.36 લાખનું યોગદાન આપ્યું છે.
પારસ દેસાઈના નેતૃત્વમાં FAITTA ના પ્રતિનિધિમંડળે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી હતી, જેમાં ચાના વેપાર અને ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે FAITTA ના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ જણાવ્યું કે, ‘આસામ આપણી સમૃદ્ધ ચા પરંપરાનું હૃદય છે અને અહીના ખેડૂતો તથા સમુદાયે દેશના ચા ઉદ્યોગ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં અમારું આ યોગદાન આ મુશ્કેલ સમયમાં આસામના લોકોની સાથે ઊભા રહેવાનો એક નાનો પ્રયાસ છે.
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
