અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા વર્ષના પ્રથમ દિવસે આશાવાદ જગાવ્યા બાદ મંદીવાળાઓ સતત હાવી રહ્યા છે. 3 દિવસમાં સેન્સેક્સે 1394 પોઇન્ટ ગુમાવવા સાથે 60000 પોઇન્ટની મહત્વની ટેકાની અને સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. શુક્રવારે વધુ 453 પોઇન્ટ તૂટી સેન્સેક્સ 59900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એફએમસીજી સેક્ટરમાં સ્થિર વલણને બાદ કરતાં બાકીના સેક્ટોરલ્સની સ્થિતિ નેગેટિવ રહી હતી. ખાસ કરીને ટીસીએસ, જેએસડબલ્યૂ સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફીનસર્વ, ટેક મહિન્દ્રામાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી-50 પણ 133 પોઇન્ટના કડાકા સાથે 17859 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1.5 ટકા, નિફ્ટી 1.4 ટકા ઘટ્યા

DateOpenHighLowClose
3/01/202361,074.8861,343.9661,004.0461,294.20
4/01/202361,294.6561,327.2160,593.5660,657.45
5/01/202360,847.5060,877.0660,049.8460,353.27
6/01/202360,388.7460,537.6359,669.9159,900.3

સેન્સેક્સ પેકની સ્થિતિઃ સેન્સેક્સ પેકમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ, નેસલે, આઇટીસી અને લાર્સનમાં સાધારણથી નોમિનલ સુધારો રહ્યો હતો. તેની સામે ટીસીએસ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફીનસર્વ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ સહિતના શેર્સમાં એક ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, માર્કેટ સેન્ટિમેન્ટ પણ વેચવાલીનું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30525
બીએસઇ363913302178

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
IDBI59.05+4.30+7.85
GODREJIND450.80+20.70+4.81
GSFC145.20+6.40+4.61
CEATLTD1,740.70+74.70+4.48
RAJESHEXPO793.50+34.95+4.61

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
GICRE180.70-14.35-7.36
NIACL127.80-7.50-5.54
AIRTELPP422.45-20.25-4.57
CCL518.85-22.70-4.19
BIRLACORPN950.55-38.35-3.88