- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
રેઝ ઓફ બિલીફનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ.227- 239
| IPO ખૂલશે | 1 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 3 સપ્ટેમ્બર |
| એન્કર બુક | 31 ઓગસ્ટ |
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ.227- 239 |
| લોટ સાઇઝ | 62 શેર્સ અને ગુણાંકમાં |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 26 ઓગસ્ટ 2026: મોમ્સ બીલિફ બ્રાન્ડ હેઠળ કાર્યરત રેઝ ઓફ બિલીફ લિમિટેડ, તેના ₹10ની મૂળ કિંમત ધરાવતા ઈક્વિટી શેરનો IPO (ઈસ્યુ) મંગળવાર, 1 સપ્ટેમ્બર 2026ના રોજ ખોલવાનો પ્રસ્તાવ ધરાવે છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ બીડ/IPO ખુલવાના એક વર્કિંગ ડે અગાઉ એટલે કે સોમવાર, 31 ઓગસ્ટ 2026 છે. આ IPO ગુરૂવાર, 3 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. આ ઈશ્યૂ માટે રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા પ્રત્યેક ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ. 227થી રૂ. 239 નિર્ધારીત કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછાં 62 ઈક્વિટી શેર માટે અને તે પછી 62 શેરના ગુણાંકમાં અરજી કરી શકે છે. આ ઈશ્યૂ હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા 52,30,000 સુધીના નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે. રૂ. 227ની ફ્લોર પ્રાઈસે ઈશ્યૂનું કદ રૂ. 118.72 કરોડ અને રૂ. 239ની કેપ પ્રાઈસે તેનું કદ રૂ. 125.00 કરોડ થાય છે.
રેઝ ઓફ બિલીફ (‘મોમ્સ બિલીફ’) એ એક ફોર-પ્રોફિટ સોશિયલ એન્ટરપ્રાઈઝ છે, જે ઓટિઝમ (ASD), એડીએચડી (ADHD), ડાઉન સિન્ડ્રોમ (DS), સેરેબ્રલ પાલ્સી (CP), ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી (ID), લર્નિંગ ડિસેબિલિટીઝ (LD) અને ગ્લોબલ ડેવલપમેન્ટલ ડિલે (GDD) જેવી ચેતાતંત્ર સંબંધિત પરિસ્થિતિઓ (NDDs)થી ગ્રસ્ત બાળકો માટે વ્યક્તિગત સારવાર અને સંભાળની યોજનાઓ ઉપલબ્ધ બનાવે છે. કેન્દ્રોની સંખ્યાના આધારે, 31 માર્ચ 2026 સુધીમાં તે NDDની સમસ્યાગ્રસ્ત બાળકોને સેવા પૂરી પાડવા માટે ભારતમાં પ્રથમ (1લા) ક્રમે, અને બિહેવિયરલ હેલ્થ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લિસ્ટેડ કંપનીઓમાં સાતમાં (7માં) ક્રમે આવે છે. નિતીન બિંડલિશ અને કાર્વિંગ ફ્યુચર્સ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીના પ્રોમોટર્સ છે. (સંદર્ભ: CARE રિપોર્ટ)
કંપનીની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બિહેવિયરલ હેલ્થ ક્ષેત્રે જાગૃતિની કમી, સારવારની અપ્રાપ્યતા, નીચી ગુણવત્તા અને સારવારના ખર્ચની સમસ્યાઓ જેવા NDDs સાથે સંકળાયેલાં મુખ્ય અવરોધોનો ઉકેલ લાવવાનો છે.
2018માં કામગીરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં કંપનીએ 58,000થી વધુ બાળકોને સેવાઓ ઉપલબ્ધ બનાવી છે. 31 માર્ચ 2026 સુધીમાં, 2,500થી વધુ બાળકો તેના કેન્દ્રો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા ઉપલબ્ધ બનાવાતી વિવિધ ઇન્ટરવેન્શન યોજનાઓનો સક્રિય રીતે લાભ લઈ રહ્યાં હતાં. કંપનીની મલ્ટિડિસિપ્લિનરી ક્લિનિકલ ટીમમાં 3340 ફૂલ ટાઈમ ક્લિનિકલ પ્રોફેશનલ્સ સામેલ છે, જેમાં બાળ અને કિશોર સાઈકોલોજિસ્ટ, ઓક્યુપેશનલ થેરેપિસ્ટ, સ્પીચ-લેંગ્વેજ પેથોલોજિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર, બિહેવિયર થેરેપિસ્ટ અને અર્લી ચાઇલ્ડહૂડ ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીમાં 80થી વધુ ક્લિનિકલ ઓપરેશન્સ સ્ટાફ, અને હેડક્વાર્ટર અને સપોર્ટ સ્ટાફ કાર્યરત છે. (સંદર્ભ: CARE રિપોર્ટ)
31 માર્ચ 2026ના રોજ, મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 57 શહેરોમાં કુલ 136 કેન્દ્રો કાર્યરત હતા. આ નેટવર્કમાં પ્રથમ શ્રેણીના શહેરોમાં 42, દ્વિતીય શ્રેણીના શહેરોમાં 77 અને તૃતિય શ્રેણીના શહેરોમાં 17 કેન્દ્રો સામેલ છે. કંપનીનું મુખ્ય ધ્યાન અને કામગીરી મોટાભાગે દ્વિતીય શ્રેણીના શહેરો પર કેન્દ્રિત છે. (સંદર્ભ: CARE રિપોર્ટ)
કંપનીના પ્રોમોટર્સ પૈકીના એક, કાર્વિંગ ફ્યુચર્સ પીટીઈ લિમિટેડે લીગો ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ફેમિલી સપોર્ટ પ્લાન (FSP), પ્લે ઈન્ક્લુઝન પહેલ તથા ભારત, દુબઈ અને યુએઈ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીના કારોબારનું વિસ્તરણ કરવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ બે વર્ષના પ્રોજેક્ટના ભાગરૂપે, લીગો ફાઉન્ડેશને ઉક્ત પ્રમોટરને 2.02 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ આપ્યું છે. આ ભંડોળનો ઉપયોગ ન્યુરોડાઇવર્જન્ટ બાળકોના પરિવારોને સાધનો, જ્ઞાન અને મદદ પૂરી પાડવા માટે થઈ રહ્યો છે, જેમાં થેરાપ્યુટિક ડેવલપમેન્ટલ લીગો-ઈન્ટિગ્રેટેડ કિટ્સ અને રમતા રમતા શીખવાના સિદ્ધાંતોનો ઉપયોગ સામેલ છે.
ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરે
| કંપની ભારતભરમાં તેના કેન્દ્રોના નેટવર્કનું વિસ્તરણ કરવા માટે કરવા માંગે છે | કંપની પ્રથમ શ્રેણીના શહેરોમાં 128 નવા કેન્દ્રો, દ્વિતીય શ્રેણીના શહેરોમાં 121 નવા કેન્દ્રો અને તૃતિય શ્રેણીના શહેરોમાં નવા 70 કેન્દ્રો સ્થાપવાની યોજના ધરાવે છે |
બાળકો અને તેમના પરિવાર સુધી સ્પેશિયલાઇઝ્ડ કેર સર્વિસિસ પહોંચાડવાના મુખ્ય લક્ષ્ય સાથે, ટૂંક સમયમાં મોમ્સ બિલીફ ભારતીય સ્ટોક એક્સચેન્જના મેઈનબોર્ડ પર લિસ્ટિંગ મેળવનારી દેશની પ્રથમ નફાલક્ષી સામાજિક સંસ્થા બનવાની સિદ્ધિ હાંસલ કરશે.
લીડ મેનેજર્સઃ મેફકોમ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઈશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે.
લિસ્ટિંગઃ કંપનીના ઈક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈ સ્ટોક એક્સચેન્જના મેઈન બોર્ડ પર લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
