અમદાવાદ, ૪ મેઅદાણી સમૂહની અદાણી  પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.(APSEZ) એ કુલ ૩૦ મિલિયન ડોલરની ગણતરીએ મ્યાનમાર પોર્ટનું વેચાણ આખરી કર્યું છે. ગત વર્ષના મે માસમાં અદાણી પોર્ટ અને સેઝએ તેના મ્યાનમાર પોર્ટના વેચાણ માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી.

મંજૂરી પ્રક્રિયામાં સતત વિલંબ અને ચોક્કસ CPsને પહોંચી વળવાના પડકારોને ધ્યાને લઇ APSEZ એ “જેમ છે ત્યાં” ના આધારે સ્વતંત્ર મૂલ્યાંકન મેળવ્યું છે. સોદાની કુલ કિંમત મળ્યાના આધાર પ૨ અદાણી પોર્ટ અને સેઝ ખરીદનારને ઇક્વિટી ટ્રાન્સફર કરશે અને તે રીતે કંપની આ પોર્ટના કામકાજમાંથી મૂકત થશે. આ પ્રસંગે પ્રતિભાવ આપતા કંપનીના સી.ઇ.ઓ. અને પૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે APSEZના બોર્ડ દ્વારા ઑક્ટોબર ૨૦૨૧માં રિસ્ક કમિટિ દ્વારા કરાયેલી ભલામણોના આધારે આપવામાં આવેલા માર્ગદર્શનને અનુરૂપ કંપની મ્યાનમાર પોર્ટમાંથી અળગી થઇ છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે કામગીરી બજાવે છે. છ  વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.