નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું

નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર:  ટ્રાવેલ ફિન્ટેક પ્લેટફોર્મ પૈકીના એક નિયોએ પોતાના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસને મોટા પાયે વધારવાની યોજના જાહેર કરી હતી. હવે કંપની ટ્રાવેલ ફોરેક્સથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય મની સોલ્યુશનની મોટી રેન્જ પ્રસ્તુત કરી રહી છે. ગિફ્ટ સિટીમાં કામ કરવા માટે પ્રાપ્ત પેમેન્ટ સર્વિસ પ્રોવિડર (PSP) લાઇસન્સ એ નિયોની આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓનું વ્યૂહાત્મક વિસ્તરણ દર્શાવે છે. એનાથી ભારતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સોલ્યુશન બનાવવા અને તેને મોટા પાયે ફેલાવવાની એની ક્ષમતામાં વધારો થશે.

ગિફ્ટ સિટીનું લાઇસન્સ મળ્યું એ અગાઉ નિયોએ ઝડપથી પાયાના સ્તરે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું છે. કંપનીએ તાજેતરમાં રેમિટX બ્રાન્ડ અંતર્ગત કાર્યરત કેપિટલ ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડના ફોરેક્સ વ્યવસાયને ખરીદી લીધો છે, જેથી તેનું બ્રાન્ચ નેટવર્ચ ચાર ગણાથી વધારે વધી ગયું છે. આ અધિગ્રહણ નિયોની સંપૂર્ણ ભારતમાં ફિઝિકલ હાજરીને મજબૂત કરે છે. સાથે સાથે, કંપની પોતાના ડિજિટલ અને ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધારી રહી છે, જેથી ગ્રાહકોને દેશવિદેશમાં નાણાં મોકલવા હાઇબ્રિડ મૉડલ (બ્રાંચ અને એપ બંને) મળે છે.

ગિફ્ટ સિટી લાઇસન્સ અને બ્રાન્ચ નેટવર્કમાં વધારો સંયુક્તપણે નિયોના લક્ષ્યાંકોમાં એક મોટું પરિવર્તન લાવે છે –એક એવું આંતરરાષ્ટ્રીય ફિન્ટેક પ્લેટફોર્મ બનાવે છે, જે પોતાની કેટેગરીમાં ખાસ હોય, પબ્લિક માર્કેટમાં લિસ્ટ હોવા તૈયાર હોય અને જેની વિતરણ અને નિયમનકારક પહોંચ વધારે હોય, કારણ કે હવે કંપની વિકાસના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહી છે.

નિયો ફોરેક્સના સીબીઓ સાઈ શંકરે કહ્યું હતું : “ભારતના વૈશ્વિક ઉપભોક્તાઓની ઓળખ હવે ફક્ત સફર પૂરતી મર્યાદિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય શિક્ષણ, રોજગારી, ખર્ચ અને રૂપિયાની લેવડદેવડ જેવી કામગીરીઓ ઉપભોક્તાઓનાં નાણાકીય જીવનનો ઝડપથી મહત્વપૂર્ણ ભાગ બને છે. અમારું લક્ષ્યાંક એ બદલાતી જરૂરિયાતોના હિસાબે સમાધાન તૈયાર કરવાનું અને આંતરરાષ્ટ્રીય સફરમાં સરળ અનુભવ આપવાનું છે. ગિફ્ટ સિટીનું લાઇસન્સ આ તકનો લાભ મેળવવા અને વિકાસના આગામી તબક્કાની તૈયારી કરવાની અમારી ક્ષમતાઓને વધારે મજબૂત કરે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)