જળ સુરક્ષા, સ્વચ્છતા અને વર્તુળાકાર સંસાધન વ્યવસ્થાપન (Circular Resource Management) પર સરકાર અને ઉદ્યોગના ધ્યાન કેન્દ્રિત કરવા સાથે મુંબઈમાં IFAT ઈન્ડિયા 2026નો પ્રારંભ

13મી આવૃત્તિમાં ભારતની જળ, ગંદા પાણી (વેસ્ટવોટર), કચરા વ્યવસ્થાપન અને રિસાઇક્લિંગ પ્રાથમિકતાઓને સંબોધિત કરવા માટે સરકારી પ્રતિનિધિઓ, મ્યુનિસિપલ નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને ટેકનોલોજી પ્રદાતાઓ એકસાથે આવ્યા છે.

મુંબઈ, 11 સપ્ટેમ્બર 2026: પાણી, સીવેજ, ઘન કચરા વ્યવસ્થાપન અને રિસાઇક્લિંગ સોલ્યુશન્સ માટે દેશના સૌથી મોટા ટ્રેડ ફેર, IFAT ઈન્ડિયાની 13મી આવૃત્તિનું ઉદ્ઘાટન આજે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (NESCO), મુંબઈ ખાતે થયું હતું.

ઉદ્ઘાટન સમારોહમાં શ્રીમતી અગ્નિમિત્રા પોલ (માનનીય પ્રભારી મંત્રી, નગર વિકાસ અને મ્યુનિસિપલ બાબતો, પશ્ચિમ બંગાળ સરકાર), શ્રીમતી ઈશા કાલિયા, IAS (સંયુક્ત સચિવ અને મિશન ડિરેક્ટર – NULM અને PM સ્વનિધિ, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) તેમજ રાજ્ય સરકારો, મ્યુનિસિપલ કોર્પોરેશનો, રાજદ્વારી મિશન, વ્યાવસાયિક સંગઠનો, આંતરરાષ્ટ્રીય નેટવર્ક્સ અને પર્યાવરણ ટેકનોલોજી ઉદ્યોગના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

9 થી 11 સપ્ટેમ્બર સુધી ચાલનારો આ ત્રણ દિવસીય કાર્યક્રમ IFAT ઈન્ડિયા 2026, જળ સુરક્ષા, ગંદા પાણીનું વ્યવસ્થાપન, સ્વચ્છતા, મ્યુનિસિપલ ઘન કચરો, રિસાઇક્લિંગ અને વર્તુળાકાર સંસાધન વ્યવસ્થાપન પર ચર્ચા, ટેકનોલોજી પ્રદર્શનો અને ઉદ્યોગ-સરકારના જોડાણ માટે એક મંચ પૂરો પાડે છે. આ કાર્યક્રમ સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોના નીતિનિર્માતાઓને સોલ્યુશન્સનું મૂલ્યાંકન કરવા, અભિગમોની સરખામણી કરવા અને જળ તથા કચરા મૂલ્ય શ્રૃંખલા સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ માટે ભાગીદારી બનાવવા માટે મદદરૂપ થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

ભૂપિન્દર સિંહ (પ્રમુખ IMEA, મેસે મુન્ચેન જીએમબીએચ, અને સીઈઓ, મેસે મુન્ચેન ઈન્ડિયા) એ જણાવ્યું હતું કે, “ભારતના પર્યાવરણીય માળખાને એવા ઉકેલોની જરૂરિયાત છે જે મોટા પાયે સતત અને રોકટોક વગર કામ કરી શકે. IFAT ઈન્ડિયા આ ઉકેલોનું મૂલ્યાંકન કરવા, અમલીકરણના અનુભવોની આપ-લે કરવા અને જળ તથા કચરા ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ માટે ભાગીદારી બનાવવા માટે સરકારી તંત્રો, ઉદ્યોગો અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવે છે.”

ઉદ્ઘાટન સંવાદે અમલીકરણ (Implementation) ને કેન્દ્રમાં રાખ્યું

ઉદ્ઘાટન બાદ પ્રબાલ ભારદ્વાજ (પાર્ટનર – હેલ્થ, હ્યુમન એન્ડ સોશિયલ સર્વિસીસ, ગવર્નમેન્ટ એન્ડ પબ્લિક સર્વિસીસ, KPMG ઈન ઈન્ડિયા) દ્વારા સંચાલિત શ્રીમતી અગ્નિમિત્રા પોલ સાથેની એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ ચર્ચામાં શહેરી પાયાની સુવિધાઓને પ્રથમ દિવસના એજન્ડાના કેન્દ્રમાં રાખવામાં આવી હતી, જેથી શહેરો, ઉપયોગિતાઓ (યુટિલિટીઝ) અને પ્રોજેક્ટ ટીમોની વ્યવહારુ જરૂરિયાતો સાથે નીતિગત પ્રાથમિકતાઓને જોડી શકાય.

શ્રીમતી અગ્નિમિત્રા પોલ (માનનીય પ્રભારી મંત્રી, નગર વિકાસ અને મ્યુનિસિપલ બાબતો, પશ્ચિમ બંગાળ સરકાર) એ કહ્યું, “IFAT ઈન્ડિયાએ અમને ભારત અને વિશ્વભરમાંથી ઘન કચરા અને ગંદા પાણીના વ્યવસ્થાપનમાં નવી ટેકનોલોજી શોધવાની અને શ્રેષ્ઠ પદ્ધતિઓને સમજવાની ઉત્કૃષ્ટ તક આપી છે. અમે એવા ઉકેલોની ઓળખ કરવા આતુર છીએ જે પશ્ચિમ બંગાળમાં અસરકારક રીતે લાગુ કરી શકાય અને અમારા શહેરો આ જટિલ વિસ્તારોનું સંચાલન જે રીતે કરે છે તેને વધુ મજબૂત બનાવી શકાય.”

શ્રીમતી ઈશા કાલિયા, IAS (સંયુક્ત સચિવ અને મિશન ડિરેક્ટર – NULM અને PM સ્વનિધિ, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) એ જણાવ્યું, “એક જ છત હેઠળ પાણી, ગંદુ પાણી, પંપ, નેટવર્ક અને કાદવ (સ્લજ) વ્યવસ્થાપન સાથે જોડાયેલી ટેકનોલોજી અને નવીનતાઓ સાથે, IFAT ઈન્ડિયામાં સમજવા અને શોધવા માટે ઘણું બધું છે. જેમ જેમ આ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે, તેમ તેમ તમામ હિતધારકોએ નવા વિકાસથી વાકેફ રહેવાની અને સ્થાનિક જરૂરિયાતો મુજબ યોગ્ય ઉકેલો અપનાવવાની જરૂર છે.”

વરિષ્ઠ સાર્વજનિક ક્ષેત્ર અને સંસ્થાકીય ભાગીદારી

ઉદ્ઘાટન સમારોહમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, મ્યુનિસિપલ નેતાઓ, રાજદૂતો અને અગ્રણી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મુખ્ય સહભાગીઓમાં શામેલ હતા:

  • એસ. સુરેશ કુમાર, IAS, પ્રધન સચિવ, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને અર્બન ડેવલપમેન્ટ વિભાગ, આંધ્રપ્રદેશ સરકાર
  • ડૉ. ટી. કે. શ્રીદેવી, IAS, સચિવ, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, અને મહાનિદેશક, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન મેનેજમેન્ટ
  • ડૉ. વિપિન શર્મા, IAS, અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહારાષ્ટ્ર સરકાર
  • ટી. આણંદ, IAS, મેનેજિંગ ડિરેક્ટર, ચેન્નઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ, તમિલનાડુ સરકાર
  • રાધાબિનોદ શર્મા, IAS, મ્યુનિસિપલ કમિશનર, મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન, મહારાષ્ટ્ર સરકાર
  • મયંક મિત્તલ, IAS, સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર, હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ, તેલંગાણા સરકાર
  • શ્રીમતી શ્વેતાલી અભિજીત ઠાકરે, અધ્યક્ષ, મહારાષ્ટ્ર જળ સંસાધન નિયામક પ્રાધિકરણ
  • ડૉ. જયરાજ પાઠક, IAS (નિવૃત્ત), મહાનિદેશક, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટ (AIILSG)
  • રાજીવ રંજન મિશ્રા, IAS (નિવૃત્ત), અધ્યક્ષ, IFAT એડવાઈઝરી NAC કમિટી; સલાહકાર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ; અને પૂર્વ મહાનિદેશક, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા
  • દલબીર સિંહ, ચીફ એન્જિનિયર, દિલ્હી જલ બોર્ડ
  • શ્રીમતી ઉત્કર્ષા કાવડી, વરિષ્ઠ કાર્યકારી નિયામક, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટ (AIILSG)

ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓમાં વોલ્ટર ફેરેરા (મુંબઈમાં ઈટાલીના કોન્સુલ જનરલ); નબીલ તાઉતી (ભારતમાં નેધરલેન્ડ્સના કોન્સુલ જનરલ); મોનિકા ઓમુન્ડસેન નાગેલગાર્ડ (નોર્વેના કોન્સુલ જનરલ); ડોંગ-વાન યુ (કોરિયા પ્રજાસત્તાકના કોન્સુલ જનરલ); ક્રિસ્ટોફ રેન્ડટોર્ફ (મુંબઈમાં જર્મનીના ડેપ્યુટી કોન્સુલ જનરલ); કર્સ્ટિન પેકલ (ભારતમાં ઓસ્ટ્રિયાના ડેપ્યુટી ટ્રેડ કમિશનર); અને ડૉ. લીના રોબ્રા (સ્વિસનેક્સ, સ્વિટ્ઝર્લેન્ડના કોન્સુલેટ જનરલમાં એકેડેમિક એંગેજમેન્ટના વડા) શામેલ હતા.

સમારોહમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટ, એસોચેમ (ASSOCHAM) નેશનલ વોટર કાઉન્સિલ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, જર્મન વોટર પાર્ટનરશિપ, જર્મન રિસાઇક્લિંગ ટેકનોલોજીસ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ પાર્ટનરશિપ, GIZ ઈન્ડિયા, ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિએશન, ઈન્ટરનેશનલ વોટર એસોસિએશન, ઈન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશન, મટિરિયલ રિસાઇક્લિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા, નેશનલ સોલિડ વેસ્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા, સ્વાન (SWAN) ઈન્ડિયા એલાયન્સ, તેરી (TERI) સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન વોટર રિયુઝ, કેપીએમજી (KPMG) ઈન ઈન્ડિયા અને IFAT વર્લ્ડવાઈડની પણ ભાગીદારી જોવા મળી હતી.

પર્યાવરણીય પાયાની સુવિધાઓ માટે વર્કિંગ માર્કેટપ્લેસ

મેસે મુન્ચેન ઈન્ડિયા દ્વારા આયોજિત, IFAT ઈન્ડિયા 2026 ત્રણ પ્રદર્શન હોલમાં 30 થી વધુ દેશોના 500 થી વધુ પ્રદર્શકોને એકસાથે લાવે છે. છ કન્ટ્રી પેવેલિયન ચીન, જર્મની, ઈટાલી, દક્ષિણ કોરિયા, નોર્વે અને નેધરલેન્ડ્સનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રદર્શનમાં, મુલાકાતીઓ જળ અને ગંદા પાણીની પ્રક્રિયા, પાણી પુનઃઉપયોગ, સીવરેજ અને સ્વચ્છતા, સંગ્રહ અને પરિવહન, વર્ગીકરણ અને રિસાઇક્લિંગ, વેસ્ટ-ટુ-એનર્જી (કચરામાંથી ઊર્જા), સંસાધન પુનઃપ્રાપ્તિ, વાયુ પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણીય દેખરેખ અને ડિજિટલ કામગીરી માટેની તકનીકો અને સેવાઓનું મૂલ્યાંકન કરી શકે છે.

વિશેષ ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્વાન (SWAN) ડિજિટલ વોટર પેવેલિયન, IWA પેવેલિયન, અર્બન લોકલ બોડીઝ પેવેલિયન, સ્માર્ટર SME પેવેલિયન અને સ્ટાર્ટ-અપ પેવેલિયન શામેલ છે. આ ફોર્મેટ પ્રસ્થાપિત ટેકનોલોજી પ્રદાતાઓ, ઉભરતી કંપનીઓ, યુટિલિટીઝ, મ્યુનિસિપલ બોડીઝ અને પ્રોજેક્ટ સ્ટેકહોલ્ડર્સને ખરીદી અને અમલીકરણની જરૂરિયાતો સાથે જોડે છે.

જ્ઞાન કાર્યક્રમ (Knowledge Programme): નાણાકીય વ્યવસ્થા, અમલીકરણ અને વ્યાપ પર ધ્યાન

આ પ્રદર્શનને બહુભાષી/બહુસ્તરીય જ્ઞાન કાર્યક્રમનું સમર્થન પ્રાપ્ત છે જે ભારતમાં પર્યાવરણીય માળખાને આકાર આપતા નીતિ, નાણાકીય સહાય, તકનીકી અને કાર્યકારી પ્રશ્નોને આવરી લે છે:

  • બ્લુ સ્ટેજ (Blue Stage): જળ રોકાણ, શુદ્ધ કરેલા ગંદા પાણીનો પુનઃઉપયોગ, યુટિલિટી ટ્રાન્સફોર્મેશન, બ્લેન્ડેડ ફાઇનાન્સ, ડિજિટાઇઝેશન, સામુદાયિક ભાગીદારી અને માત્ર પાલન-આધારિત કાર્યવાહીથી પદ્ધતિસરના જળ સંચાલન તરફનો બદલાવ.
  • ઓરેન્જ સ્ટેજ (Orange Stage): શહેરી સ્વચ્છતા, સ્વચ્છતા ચળવળ, મ્યુનિસિપલ કચરા વ્યવસ્થાપન, બાયોગેસ, સંગ્રહ અને રિસાઇક્લિંગ સિસ્ટમ, RDF અને વેસ્ટ-ટુ-ફ્યુઅલ એપ્લિકેશન્સ, ક્લાઇમેટ ઇકોનોમી અને ભારતીય રેલ્વેની સર્ક્યુલેરિટી અને નેટ-ઝીરો યાત્રા.
  • ગ્રીન સ્ટેજ (Green Stage): સંગઠિત રિસાઇક્લિંગ ઇકોસિસ્ટમ, રાજ્ય અને શહેરની આગેવાની હેઠળની વર્તુળાકાર અર્થવ્યવસ્થા (સર્ક્યુલર ઇકોનોમી) પહેલ, ઇ-કચરાની પુનઃપ્રાપ્તિમાં તકનીક અને ટ્રેસેબિલિટી, પ્લાસ્ટિક, અદ્યતન રિસાઇક્લિંગ, સર્ક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાકીય ભંડોળ, અને ફેશન તથા ટેક્સટાઈલ વેલ્યુ ચેઈન.
  • સ્પીકર્સ કોર્નર (Speakers’ Corner): જળ અને ગંદા પાણીની નવીનતાઓ, ભારત-નેધરલેન્ડ્સ સહયોગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, મેમ્બ્રેન ટેકનોલોજી, ઔદ્યોગિક ગંદા પાણીની પ્રક્રિયા, ડિજિટલ જળ વ્યવસ્થાપન, સંસાધન પુનઃપ્રાપ્તિ અને સ્લજ તથા વેસ્ટ-ટુ-રિસોર્સ પ્રોજેક્ટ્સની આર્થિક ક્ષમતા પર નિષ્ણાતોના નેતૃત્વ હેઠળના સત્રો.
  • ચીફ એન્જિનિયર્સ ફોરમની બીજી ગોળમેજી બેઠક: AIILSG મુંબઈ દ્વારા ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના AMRUT 2.0 ના સહયોગથી આયોજિત. આ બેઠક કાર્યક્રમના પ્રથમ દિવસે યોજાશે અને પ્રોજેક્ટ અમલીકરણ, ટેકનોલોજીની પસંદગી, તેને અપનાવવી અને લાંબા ગાળાના કાર્યકારી પ્રદર્શન પર ધ્યાન આપવા સાથે જળ પુરવઠો, ગંદુ પાણી, સ્વચ્છતા અને ઘન કચરાના માળખામાં વ્યવહારુ અમલીકરણના પડકારોનો ઉકેલ લાવશે.
  • રાષ્ટ્રીય પરિષદ (National Conference): યુનિસેફ (UNICEF) ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં AIILSG મુંબઈ દ્વારા આયોજિત. આ પરિષદ કાર્યક્રમના બીજા દિવસે યોજાશે અને સમગ્ર ગ્રામીણ તથા શહેરી ભારતમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધારવા માટે સંકલિત યોજના (Convergent Planning) પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિએશનનું યંગ પ્રોફેસનલ્સ ગ્રુપ પ્રસ્તાવિત યુનિવર્સિટી ચેલેન્જ પર એક ખાસ સત્રનું આયોજન પણ કરી રહ્યું છે. પ્રો. અનુપમ સિંહના સહયોગથી વિકસાવવામાં આવી રહેલી આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને સંશોધનને ઉદ્યોગની પ્રાથમિકતાઓ સાથે જોડવાનો છે.

11 સપ્ટેમ્બર સુધી ચાલનારું IFAT ઈન્ડિયા 2026 મ્યુનિસિપલ સત્તાવાળાઓ, યુટિલિટીઝ, ઉદ્યોગો, પ્રોજેક્ટ ડેવલપર્સ અને સોલ્યુશન પ્રદાતાઓને નીતિગત પ્રાથમિકતાઓથી વ્યવહારુ અમલીકરણ તરફ આગળ વધવામાં સક્ષમ બનાવશે. તકનીકી પ્રદર્શનો, નિષ્ણાતોના સત્રો અને સુવ્યવસ્થિત વ્યાપારી વાર્તાલાપ દ્વારા, આ ત્રણ દિવસીય મંચનો હેતુ ભારતની જળ, સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને વર્તુળાકાર સંસાધન પ્રોજેક્ટ્સ માટે માહિતગાર ટેકનોલોજીની પસંદગી, મજબૂત ભાગીદારી અને વધુ અસરકારક સેવાઓને સમર્થન આપવાનો છે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)