માર્કેટ લેન્સઃ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ સેલિંગ પ્રેશરમાં ઘટાડાના સંકેત આપી રહ્યા છે, NIFTY માટે 22700 મહત્વનો સપોર્ટ

STOCKS TO WATCH:Azad Engineering, Lloyds Metals, Gland Pharma, Indian Hotels,  Avalon Tech, Power Mech Projects, Ganesh Benzo, KSB, ArisInfra, Axiscades Tech, Honasa Consumer, BSE, Centum Electronics, GSPL Transmission, Elevate Campuses, Adroit Industries

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ વીકલી ચાર્ટ પર, NIFTYએ 200-WMAનું પરીક્ષણ કર્યું છે. આ એક લાંબા ગાળાની મૂવિંગ એવરેજ છે જે છેલ્લા 16 વર્ષમાં માત્ર એક જ વાર 2020માં કોવિડને કારણે થયેલી ભારે વેચવાલી દરમિયાન તૂટી હતી. વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં 22,500–22,000નો ઝોન ટ્રેડિંગ રેન્જના નીચલા લેવલ તરીકે કામ કરી રહ્યો છે, જે આ ઝોનને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ બનાવે છે.

NIFTY તેના તાત્કાલિક રેઝિસ્ટન્સ 22,800 અને ત્યારબાદ મુખ્ય રેઝિસ્ટન્સ એવા 23,000ના લેવલ તરફ રિકવરીનો પ્રયાસ કરી શકે છે. જોકે, બજારના વ્યાપક માળખામાં નબળાઈ હોવાથી કોઈપણ રિકવરી કેટલી ટકી રહેશે તે મહત્વનું છે. તાત્કાલિક સપોર્ટ 22,550–22,500ના લેવલે હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવી રહ્યા છે.

મોમેન્ટમ ઈન્ડિકેટર્સ પણ વેચવાલીના દબાણમાં થાકના પ્રારંભિક સંકેતો દર્શાવી રહ્યા છે. દૈનિક RSI 25ની નીચે સરકી ગયો છે અને પોઝિટિવ ડાયવર્જન્સ દર્શાવવાનું શરૂ કરી રહ્યો છે, જ્યારે ઐતિહાસિક રીતે 25–22 નો RSI ઝોન મહત્વપૂર્ણ રિવર્સલ એરિયા રહ્યો છે. લાંબા ગાળાના પ્રાઈસ સપોર્ટ અને ઓવરસોલ્ડ સ્થિતિનું સંયોજન સૂચવે છે કે રિસ્ક-રિવોર્ડ રેશિયો રિલીફ બાઉન્સ માટે અનુકૂળ બની રહ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણથી, 22,500–22,200 મુખ્ય સપોર્ટ ઝોન છે, જ્યારે 22,800–23,000 તાત્કાલિક રેઝિસ્ટન્સ છે. 23,000ની ઉપર સતત ટકી રહેવાથી રિકવરી મજબૂત બની શકે છે અને નજીકના ગાળામાં વધુ તીવ્ર ઉછાળો આવી શકે છે.

બેંક NIFTYએ સપ્ટેમ્બર 2026ના મધ્યમાં, તેના ટ્રાયંગલ પેટર્ન ની નીચેની તરફ બ્રેકઆઉટ આપ્યું અને 3,000 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાવતા પહેલા તે બ્રેકડાઉન ઝોનનું પુનઃપરીક્ષણ કર્યું હતું. અગાઉના સત્રમાં, 8 જૂન પછી પ્રથમ વખત આ ઈન્ડેક્સ 54,000ની સપાટીની નીચે સરક્યો હતો. અત્યાર સુધીના આ ઘટાડામાં ખાનગી અને PSU (જાહેર ક્ષેત્રની) બંને બેંકોએ ફાળો આપ્યો છે. બેંક NIFTYએ હવે મે-જૂન દરમિયાન આવેલા ઉછાળાના 50 ટકાથી વધુ સુધારો ગુમાવ્યો છે અને આગામી 61.8 ટકા ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ 53,316ની નજીક છે. આ ઉપરાંત, એક અઠવાડિયાથી વધુ સમયથી બંધ થવાના સમયે અગાઉના દિવસની ઊંચી સપાટીને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે, જે સતત વેચવાલીનું દબાણ સૂચવે છે. જોકે, માર્ચ 2026 પછી પ્રથમ વખત દૈનિક RSI 30ના લેવલની નીચે પહોંચ્યું છે, જે તેને ધ્યાન રાખવા માટેનું એક મહત્વપૂર્ણ લેવલ બનાવે છે.

બેંક NIFTYનો ટ્રેન્ડ બિયરિશ છે. 54,000ની સપાટી તૂટવાથી વેચવાલી ફરી શરૂ થઈ શકે છે અને ભાવ 53,316 કે તેથી નીચે જઈ શકે છે. ઉપરની તરફ, 55,380નું લેવલ મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે તેવી શક્યતા બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.

Mainboard ListingElevate Campuses, ArMee Infotech, Swastika Infra, Adroit Industries
SME ListingPooja Logistics, Coreintegra Consulting Services, Liqvd Digital India, S K Offset, Unitec Fibres
Listing Post Scheme of ArrangementGSPL Transmission
Stock Trades Ex-DividendSteel Authority of India, Saraswati Saree Depot
Stock in F&O BanSAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)