- Business
- Entertainment
- FLASH NEWS
- ઈકોનોમી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
માર્કેટ લેન્સઃ મંદીવાળાઓનું જોર ઢીલું થતાં સુધારાનો આશાવાદ, વેલ્યૂ બાઇંગ કરતાં રહો

NIFTYમાં 22,550–22,500ના સપોર્ટ ઝોનની નીચે નિર્ણાયક ઘટાડો વધુ વેચવાલીને વેગ આપી શકે છે, જેમાં એપ્રિલ મહિનાના ‘સ્વિંગ લો’ એટલે કે 22,200ની નજીક સુધીનો ઘટાડો પણ શક્ય હોવાની દહેશત ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. ઉપરની તરફ, 22,800 એ તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ 23,000નું લેવલ મહતવનું સાબિત થવાની ધારણા છે.
| STOCKS TO WATCH: | Gujarat Pipavav Port, Sona BLW, Action Construction Equipment, Dr Lal PathLabs, Aurobindo Pharma, NCC, Highway Infrastructure, Blue Dart Express, Symbiotec Pharma, Lemon Tree Hotels, Bata, Shadowfax Technologies, Avalon Technologies, Molbio Diagnostics, GNG Electronics, Moneyview, A-One Steels |
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની વણઝારમાં કામચલાઉ સ્થિરતા અને બજારમાં મંદીવાળાઓનું નબળું પડી રહેલું જોર માર્કેટને એકાદ બાઉન્સબેક આપી શકે તેવી શક્યતા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડના ઊંચા ભાવને કારણે સાવચેતીનું વાતાવરણ રહેવાની અપેક્ષા છે; સાથે સાથે બજાર વર્તુળો આવતા સપ્તાહે યોજાનારી RBIની નીતિ વિષયક બેઠકની પણ રાહ જોઈ રહ્યા છે.
છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં વેચવાલીનું દબાણ ઘટ્યું છે અને NIFTYએ તેના 200-વીક SMA (એક મહત્વપૂર્ણ લાંબા ગાળાના ટેકનિકલ લેવલની નજીક સપોર્ટ મેળવ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ નબળા રહ્યા છે, કારણ કે દૈનિક RSI ‘સુપર બેરિશ ઝોન’માં છે. વધુમાં, MACD હિસ્ટોગ્રામ છેલ્લા 33 ટ્રેડિંગ સત્રોથી ‘ઝીરો લાઇન’ની નીચે રહ્યો છે, જે સતત નેગેટિવ મોમેન્ટમ દર્શાવે છે.
NIFTYમાં 22,550–22,500ના સપોર્ટ ઝોનની નીચે નિર્ણાયક ઘટાડો વધુ વેચવાલીને વેગ આપી શકે છે, જેમાં એપ્રિલ મહિનાના ‘સ્વિંગ લો’ એટલે કે 22,200ની નજીક સુધીનો ઘટાડો પણ શક્ય હોવાની દહેશત ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. ઉપરની તરફ, 22,800 એ તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ 23,000નું લેવલ મહતવનું સાબિત થવાની ધારણા છે.
બેંક NIFTYએ 53,800ના લેવલની નજીક સપોર્ટ મેળવ્યા બાદ લગભગ 1,000 પોઈન્ટનો મજબૂત ઉછાળો દર્શાવ્યો હતો. બુધવારે બેન્ક NIFTYએ ફ્રન્ટલાઇન ઇન્ડેક્સ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હતું, જે નીચા લેવલે વેલ્યૂ બાઇંગ ઇન્ટરેસ્ટ સૂચવે છે. જોકે, તાજેતરની રિકવરી છતાં, વ્યાપક વલણ નબળું રહ્યું છે કારણ કે બેન્ક NIFTY હજુ પણ તેના મુખ્ય ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
આગળ જતાં, 53,800-53,700નો ઝોન ઇન્ડેક્સ માટે નિર્ણાયક સપોર્ટ ઝોન તરીકે કામ કરે તેવી અપેક્ષા બજાર નિષ્ણાતો રાખી રહ્યા છે. આ ઝોનની ઉપર સતત ટકી રહેવાથી બેન્ક NIFTYને તેની રિકવરીના પ્રયાસને ચાલુ રાખવામાં મદદ મળી શકે છે. ઉપરની તરફ, 55,300-55,400નો ઝોન એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી શક્યતા છે. જ્યારે સપોર્ટ ઝોનની નીચે જવાથી નવું વેચવાલીનું દબાણ સર્જાઈ શકે છે અને ફરીથી ડાઉનટ્રેન્ડ શરૂ થઈ શકે છે.
| Mainboard Listing | Moneyview, A-One Steels India |
| SME Listing | Roopa Screen, Peshwa Wheat |
| Stocks Trade Ex-Dividend | Indraprastha Gas, R Systems International, Goenka Business, Sainik Finance |
| Stock Trades Ex-Date for Spin-Off | K M Sugar Mills |
| Stock Trades Ex-Date for Bonus | Maestros Electronics |
| Stock Trades Ex-Date for Rights | Natco Pharma |
| Stock Trades Ex-Date for Resolution Plan -Suspension | Rajeswari Infrastructure |
| Stocks in F&O Ban | Bandhan Bank, SAIL |
| Results Today: | Manipal Payment and Identity Solutions, Pranav Constructions |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
