ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટ્રકના ઉપયોગ માટે અદાણી લોજિસ્ટિક્સની શિપિંગ જુથ CMA CGM સાથે ભાગીદારી

વાપી, 15 ઓક્ટોબર: સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. હસ્તકની   અદાણી લોજિસ્ટિક્સ લિ. એ ગુજરાતના વાપીના તુમ્બ ખાતેના તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપોથી કન્ટેનરની ડિલિવરી માટે ઇલેક્ટ્રિક ટ્રક તૈનાત કરવા વૈશ્વિક શિપિંગ અને લોજિસ્ટિક્સ જુથ CMA CGM સાથે ભાગીદારી કરી છે. આ તૈનાતી કન્ટેનરની હિલચાલ માટે ભારતના સૌથી મોટા ટ્રક કાફલાનો ભાગ બનવા સાથે  ગ્રાહકોની ફેક્ટરી અને ગોડાઉન સાથે ડેપોને સાંકળતા, કન્ટેનર પરિવહનના ઇનલેન્ડ લેગમાં ઇલેક્ટ્રિક ગતિશીલતાનો વિસ્તૃત કરશે.

સ્ટોર-ડોર ડિલિવરી મોડેલ હેઠળ કન્ટેનર ડેપોથી રોડ દ્વારા સીધા ગ્રાહકોના પરિસરમાં પરિવહન કરવામાં આવે છે. આ સેવા સપ્લાય ચેઇનમાં પદનામિત ડિલિવરી પોઇન્ટ સાથે કન્ટેનર હેન્ડલિંગની સુવિધાઓને જોડે છે.

          નવા તૈનાત ઇલેક્ટ્રિક કાફલાનો સૌ પ્રથમ ઉપયોગ કરનારી શિપિંગ લાઇન CMA CGMએ ફ્લેગ-ઓફ સમારોહમાં તેના કન્ટેનરનું પરિવહન કરી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના કર્યુ હતું. આ ભાગીદારી અદાણી લોજિસ્ટિક્સના ઇનલેન્ડ પરિવહન કામકાજને CMA CGM ના શિપિંગ નેટવર્ક સાથે જોડે છે જેથી ઇલેક્ટ્રિક વાહનોને કન્ટેનર ડિલિવરી ઓપરેશનમાં એકીકૃત કરી શકાય.

          કામગીરી દરમિયાન ઇલેક્ટ્રિક ટ્રકો કોઈ ટેલપાઇપ ઉત્સર્જન પેદા નહિ કરતા હોવાથી રોડ ફ્રેઇટની પર્યાવરણીય અસર ઘટે છે. ડેટા મુજબ ઇલેક્ટ્રિક ટ્રક્સ ટેલપાઇપ ઉત્સર્જનને દૂર કરે છે, પરિણામે ડિલિવરી રૂટ પર પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે. એકંદર કાર્બનની બચત ચાર્જિંગ માટે વપરાતા વીજળીના સ્ત્રોત પર આધાર રાખે છે.

        કન્ટેનર ટ્રાન્સપોર્ટેશન ચેઇનમાં વૈકલ્પિક વાહન ટેકનોલોજીનો ઉપયોગ લોજિસ્ટિક્સ ઓપરેટરો અને શિપિંગ લાઇન્સ સાથે મળી કરી શકે તેની આ ઉત્તમ તૈનાતી શ્રેષ્ઠ ઉદાહરણ  છે.  ઇલેક્ટ્રિક ટ્રક્સને નિયમિત ફ્રેઇટ કામગીરીમાં એકીકૃત કરવા અને ગ્રાહકોને સતત વિશ્વસનીય સેવા પૂરી પાડવા માટે ચાર્જિંગનું માળખું, વાહનની રેન્જ અને ડિલિવરી સમયપત્રકની આસપાસની બાબતોનું કાળજીપૂર્વક આયોજન કરવું જરૂરી છે. ટમ્બથી શરું થયેલી આ પહેલ ગુજરાતના વ્યાપક લોજિસ્ટિક્સના જાળામાં ઓછું ઉત્સર્જન ઓકતા માર્ગ પરિવહનની દીશામાં  એક મહત્વનું પગલું દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)