આદિત્ય બિરલા સન લાઇફ AMC ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડે GIFT સિટીમાંથી બે રિટેઈલ ફંડ્સ રજૂ કર્યાં
મુંબઈ, 16 ઓક્ટોબર 2026: ABSL AMC ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ ABSL ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી ફંડ અને ABSL ઇન્ડિયા ગ્રોથ ફંડ ઓફર કરશે, જે અનુક્રમે ભારતીય અને NRI/વિદેશી રોકાણકારોને વૈવિધ્યસભર રોકાણ તકોની ઍક્સેસ પ્રદાન કરશે.
ABSL ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી ફંડ, IFSCA ફંડ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ હેઠળ ફંડ રિટેઈલ સ્કીમનું ઓપન-એન્ડેડ થીમેટિક ફંડ, ઊભરતી બજારોમાં રોકાણ કરતાં ફંડ્સમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરશે. આ ફંડ ABSL AMCના હાલની ક્લોઝ- એન્ડેડ ફંડ ઓફરિંગ પર આધારિત છે, જે ઊભરતી બજારો પર કેન્દ્રિત છે. તે હવે નવા પેટાકંપની માળખા હેઠળ ઓપન- એન્ડેડ ફોર્મેટમાં ફરીથી લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. આ ફંડ નિવાસી ભારતીયોને LRS રૂટ દ્વારા વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે અને પાત્ર ભારતીય કોર્પોરેટ્સને OPI રૂટ દ્વારા ભાગ લેવાની અનુકૂળતા આપે છે.
ABSL ઇન્ડિયા ગ્રોથ ફંડ એ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી-લક્ષી યોજનાઓ (ETF અને ઇન્ડેક્સ ફંડ્સ સહિત)માં રોકાણ કરતી ફંડ રિટેઈલ સ્કીમનું ઓપન- એન્ડેડ ડાયવર્સિફાઇડ ફંડ છે. આ ફંડ સક્રિય રીતે સંચાલિત છે અને વિવિધ યોજનાઓ, ક્ષેત્રો, માર્કેટ કેપ્સ અને રોકાણ થીમ્સમાં ગતિશીલ રીતે ફાળવવામાં આવે છે, જે રોકાણકારોને એક સારી રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો દ્વારા બજારની પરિસ્થિતિઓમાં તકો મેળવવામાં મદદ કરે છે.
નવી ઓફરો પર બોલતાં આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એ. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ABSL AMC માટે GIFT IFSC ખાતે અમારી હાજરી સ્થાપિત કરવી એ અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ કરતાં વધુ છે. તે ભારતમાંથી અમારી વૈશ્વિક રોકાણ ક્ષમતાઓના નિર્માણ તરફ એક વ્યૂહાત્મક પગલું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
