લિંકન ફાર્માસ્યુટિકલ્સે H1 FY27માં 20.52%ની વૃદ્ધિ સાથે રૂ. 57.50 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો
| H1 FY27માં ટોટલ ઇન્કમ 18.39% Y-o-Y વધીને રૂ. 402.43 કરોડ થઈ | H1 FY27માં EBITDA 18.37% Y-o-Y વધીને રૂ. 84.92 કરોડ થયો |

અમદાવાદ (ગુજરાત), ઓક્ટોબર 29, 2026 : લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા છ મહિના (H1 FY27) દરમિયાન કંરૂ. 57.50 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, જ્યારે H1 FY26માં આ આંકડો રૂ. 47.71 કરોડ હતો. આ રીતે નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 20.52%નો વધારો થયો છે. H1 FY27માં ટોટલ ઇન્કમ રૂ. 402.43 કરોડ રહી, જ્યારે H1 FY26માં તે રૂ. 339.93 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 18.39%નો વધારો દર્શાવે છે. સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા H1 FY27 દરમિયાન EBITDA રૂ. 84.92 કરોડ રહ્યો, જ્યારે H1 FY26માં તે રૂ. 71.74 કરોડ હતો. તેમાં વાર્ષિક ધોરણે 18.37%નો વધારો થયો. H1 FY27માં પ્રતિ શેર આવક (EPS) રૂ. 28.29 રહી. 32મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકોએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર રૂ. 1.80 (18%)ના ડિવિડન્ડને મંજૂરી આપી.કંપની તેની લોંગ-ટર્મ સ્ટ્રેટેજીનાં ભાગરૂપે આગામી ત્રણ વર્ષમાં રૂ.1,000 કરોડની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેની હેઠળ વાર્ષિક 15 થી 18%નો વૃદ્ધિ દર હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
હાઇલાઇટ્સ :
• કંપનીએ ડોમેસ્ટિક માર્કેટમાં ચાર નવા ડિવિઝન શરૂ કર્યા છે અને ખાત્રજ પ્લાન્ટમાં API ફેસિલિટી શરૂ કરી છે.
• 30 સપ્ટેમ્બર 2026નાં રોજ યોજાયેલી 32મી AGMમાં FY26-27 માટે પ્રતિ શેર રૂ.1.80 ડિવિડન્ડ મંજૂર કર્યું.
• આગામી ત્રણ વર્ષમાં રૂ. 1,000 કરોડની રેવન્યુ હાંસલ કરવાનો ટાર્ગેટ; કાર્ડિયાક, ડાયાબિટીસ, ડર્મેટોલોજી અને ENT સેગમેન્ટમાં મજબૂત પરફોર્મન્સના આધારે વાર્ષિક 15-18% ગ્રોથ રેટ હાંસલ કરવાનો લક્ષ્યાંક.
• કંપની નેટ-ડેટ ફ્રી છે; 30 સપ્ટેમ્બર 2026નાં રોજ કંપનીમાં FII હોલ્ડિંગ 4.55% હતું.
• કંપની પોતાના વિન્ડ અને સોલાર પ્રોજેક્ટ્સની મદદથી ઊર્જાની લગભગ 100% જરૂરિયાત રિન્યુએબલ સોર્સિસ દ્વારા પૂરી કરે છે.
Financial Highlights (Consolidated) (Amount in Cr except EPS)
| Particular | Q2 FY27 | Q2 FY26 | Y-o-Y | H1 FY27 | H1 FY26 | Y-o-Y |
| Total Income | 200.88 | 170.60 | 17.75% | 402.43 | 339.93 | 18.39% |
| EBITDA | 33.22 | 32.66 | 1.71% | 84.92 | 71.74 | 18.37% |
| Profit before Tax | 29.02 | 28.81 | 0.73% | 76.57 | 64.20 | 19.27% |
| Net Profit | 20.84 | 20.01 | 4.15% | 57.50 | 47.71 | 20.52% |
| E.P.S (Rs. ) | 10.20 | 9.98 | 2.20% | 28.29 | 23.79 | 18.92% |

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનાં ડિરેક્ટર મુંજાલ પટેલે જણાવ્યું કે, અમે ચાર નવા ડિવિઝન શરૂ કરીને ડોમેસ્ટિક માર્કેટમાં અમારી હાજરી વધારી હતી. ખાત્રજ પ્લાન્ટના વિસ્તરણ અને નવી API ફેસિલિટી શરૂ કરીને અમારી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને પણ મજબૂત બનાવી હતી. બિઝનેસના વિવિધ વર્ટિકલ્સમાં સતત સારા પ્રદર્શન અને ડેટ-ફ્રી બેલેન્સ શીટ જાળવવા પરના સતત ફોકસ સાથે, અમે અમારી સ્ટ્રેટેજિક પહેલોના શિસ્તબદ્ધ અમલીકરણ દ્વારા સસ્ટેનેબલ અને નફાકારક ગ્રોથને આગળ વધારવા તથા શેરહોલ્ડર્સ માટે લાંબા ગાળે વેલ્યુ ઊભી કરવા પ્રતિબદ્ધ છીએ.
હાઇલાઇટ્સ – Q2FY27 પરિણામો
Q2 FY 2026-27માં રૂ. 20.84 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, જ્યારે Q2 FY 2025-26માં આ આંકડો રૂ. 20.01 કરોડ હતો. આ રીતે નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 4.15%નો વધારો નોંધાયો. સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ટોટલ ઇન્કમ રૂ. 200.88 કરોડ રહી, જ્યારે Q2 FY 2025-26માં તે રૂ. 170.60 કરોડ હતી. આ રીતે ટોટલ ઇન્કમમાં વાર્ષિક ધોરણે 17.75%નો વધારો થયો. Q2 FY27માં EBITDA રૂ. 33.22 કરોડ રહ્યો, જ્યારે Q2 FY26માં તે રૂ. 32.66 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 1.71%નો વધારો દર્શાવે છે. Q2 FY27માં પ્રતિ શેર આવક (EPS) રૂ. 10.20 રહી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
