હેસ્ટર બાયોસાયન્સિસનો Q2 FY27 નેટ પ્રોફિટ 44% વધી રૂ. 20.63 કરોડ થયો

અમદાવાદ, 6 નવેમ્બર, 2026 : હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે (BSE 524669) સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા Q2 FY27 માટે રૂ. 20.63 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે Q2 FY26માં નોંધાયેલા રૂ. 14.33 કરોડની સરખામણીએ 44%નો વધારો દર્શાવે છે. Q2 FY27માં કન્સોલિડેટેડ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ રૂ. 97.91 કરોડ રહી, જે Q2 FY26માં નોંધાયેલી રૂ. 70.97 કરોડની સરખામણીએ 38%નો વાર્ષિક વધારો દર્શાવે છે.

Q2 FY27માં કન્સોલિડેટેડ EBITDA રૂ. 36.52 કરોડ રહ્યો, જે Q2 FY26માં નોંધાયેલા રૂ. 23.60 કરોડની સરખામણીએ 55%નો વાર્ષિક વધારો દર્શાવે છે. આ ક્વાર્ટર દરમિયાન EBITDA માર્જિન વધીને 37% થયું, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે 33% હતું.  

H1 FY27માં કન્સોલિડેટેડ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ 13% વધીને રૂ. 175.16 કરોડ થઈ, જ્યારે H1 FY26માં તે રૂ. 155.07 કરોડ હતી. કન્સોલિડેટેડ EBITDA રૂ. 148.32 કરોડ રહ્યો, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 49.78 કરોડ હતો. નેટ પ્રોફિટ પણ વધીને રૂ. 117.36 કરોડ થયો, જે અગાઉ રૂ. 31.63 કરોડ હતો.

Consolidated Financial Highlights (INR Crore)

ParticularsQ2H1
FY27FY26Change %FY27FY26Change %
Revenue from operations97.9170.9738%175.16155.0713%
Gross Profit Margin78%73%5%78%73%5%
EBITDA36.5223.6055%148.3249.78198%
EBITDA%37%33%4%85%32%53%
PAT20.6314.3344%117.3631.63271%
PAT%21%20%1%67%20%47%

H1ની કન્સોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકામાં ગેટ્સ ફાઉન્ડેશનની લોનમાં સુધારો કરવામાં આવ્યા બાદ રૂ. 85.77 કરોડનો એક્સેપ્શનલ ગેઇન સામેલ છે. બાકી રહેલી પ્રિન્સિપલ લોન USD 12 મિલિયનથી ઘટાડીને USD 5 મિલિયન કરવામાં આવી, જમા થયેલું વ્યાજ માફ કરવામાં આવ્યું અને બાકીની લોનને વ્યાજમુક્ત કરવામાં આવી.

વે – ફોરવર્ડ: કંપની ઓપરેશનલ કાર્યક્ષમતા, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને શિસ્તબદ્ધ અમલ દ્વારા લાંબા ગાળે સસ્ટેનેબલ પ્રોફિટેબિલિટી હાંસલ કરવાની પોતાની સ્ટ્રેટેજી પ્રત્યે પ્રતિબદ્ધ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)