IL JIN ELECTRONICS (INDIA) LIMITED એ સેબીમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 16 નવેમ્બર: ઇલ જિન ઇલેક્ટ્રોનિક્સ (ઈન્ડિયા) લિમિટેડ એ નાણાંકીય વર્ષ 2026માં આવકની દ્રષ્ટિએ ભારતની અગ્રણી, ઇન્ટિગ્રેટેડ અને ટેક્નોલોજી આધારિત ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન તથા મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે.ઇલ જિન ઇલેક્ટ્રોનિક્સે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.
કંપની IPO મારફતે ઇક્વિટી શેર જારી કરીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂ. 2,500 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (The “Fresh Issue”) સામેલ છે.
ઇલ જિન ઇલેક્ટ્રોનિક્સ ચાર મુખ્ય બિઝનેસ ક્ષેત્રોમાં કાર્યરત છે: (1) ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ (“EMS”), જેમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (“PCBA”) અને બોક્સ બિલ્ડ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે; (2) બેર પીસીબીનું ઉત્પાદન, (3) પાવર ઇલેક્ટ્રોનિક્સ અને (4) ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન.
કંપની આ આઈપીઓ દ્વારા પ્રાપ્ત થનારી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની અને તેની કેટલીક પેટાકંપનીઓ, એટલે કે એસેન્ટ સર્કિટ્સ પ્રાઇવેટ લિમિટેડ તથા શોગિની ટેક્નોઆર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લેવામાં આવેલી બાકી લોન અને તેના પરના ઉપાર્જિત વ્યાજની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી તથા અગાઉથી ચુકવણી કરવા માટે કરશે. આ હેતુ માટે અંદાજે રૂ. 1,636 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, ઇલ જિનના મેન્યુફેક્ચરિંગ એકમો માટે ચોક્કસ પ્લાન્ટ, મશીનરી અને ઉપકરણોની ખરીદી માટે અંદાજે રૂ. 1,953.41 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
કંપનીનાં કુલ 11 ઉત્પાદન એકમો વ્યૂહાત્મક રીતે વિવિધ સ્થળોએ આવેલા છે, જેમાંથી 10 ભારતમાં અને એક ઇઝરાયેલમાં છે. ભારતમાં આવેલા ઉત્પાદન એકમો ઉત્તર પ્રદેશના નોઇડા અને ગ્રેટર નોઇડા, મહારાષ્ટ્રના પુણે, તમિલનાડુના ચેન્નઈ અને હોસુર તેમજ કર્ણાટકના બેંગાલુરુમાં સ્થિત છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવાની તારીખ સુધીમાં કંપનીનાં છ ઉત્પાદન એકમોનું બાંધકામ ચાલી રહ્યું છે. આ એકમો ભવિષ્યમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થવાની અપેક્ષા છે.
આ આઈપીઓ માટે મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) તરીકે કાર્યરત રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
