અમદાવાદઃ Adani Ports and Special Economic Zone Ltd(“APSEZ”)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકગાળાના જાહેર કરેલા પરિણામો અનુસાર ચોખ્ખો નફો 13 ટકા ઘટ્યો છે. જો કે, આવકો 18 ટકા વધી છે. કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 1337 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 1535 કરોડ સામે 13 ટકા ઘટ્યો છે. આવકો 18 ટકા વધી રૂ. 4786 કરોડ નોંધાઈ છે.

કંપની પરિણામ એક નજરે ( રૂ. કરોડમાં)

વિગતQ3 FY23Q3 FY22તફાવત9M FY239M FY22તફાવત
કાર્ગો (MMT)75.474.41%252.9234.38%
આવકો4,7864,07218%15,05512,97816%
EBITDA3,0112,61215%9,5628,02619%
ચોખ્ખો નફો1,3371,535-13%4,2523,84211%

અદાણી પોર્ટ્સના સીઈઓ કરણ અદાણીએ જણાવ્યું કે, કંપનીએ હાઈફા પોર્ટ કંપની, આઈઓટીએલ, આઈસીડી ટમ્બ, ઓશન સ્પાર્કલ અને ગંગાવરમ પોર્ટના વ્યવહારો પણ પૂર્ણ કર્યા છે અને તેના બિઝનેસ મોડલને ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં બદલવામાં સારી રીતે પ્રગતિ કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને EBITDA સાથે, ASPEZ તેની સંપૂર્ણ વર્ષની આવક અને FY23 માટેના લક્ષ્યાંકો હાંસિલ કરવા સજ્જ છે. APSEZએ આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે EBITDA લક્ષ્યાંક રૂ. 14,500-15,000 કરોડ નિર્ધારિત કર્યો છે.જેમાં મૂડી ખર્ચ રૂ. 4,000-4,500 કરોડ આસપાસ રહેશે. કુલ લોનની ચુકવણી અને આશરે રૂ. 5,000 કરોડની પ્રિ-પેમેન્ટ પર વિચાર કરી રહ્યા છીએ, જે ચોખ્ખા દેવાથી EBITDA ગુણોત્તરમાં નોંધપાત્ર રીતે સુધારો કરશે અને 24 માર્ચ સુધીમાં તેને 2.5xની નજીક લાવશે.