અમદાવાદ: વાયજે ત્રિવેદી- એએમએ એકેડેમી ફોર આઈપી રાઈટસના ઉપક્રમે યોજાયેલ 16મી વાર્ષિક ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સમીટમાં ટોચના નિષ્ણાતો, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદ્દો સામેલ થયા હતા અને તેમણે મજબૂત આઈપીઆર વ્યવસ્થા અંગે હિમાયત કરી હતી. આ સમીટમાં ઉભરતી ટેકનોલોજીસ અને આઈપીની સુસંગતતા, નવા બિઝનેસ મોડલ્સ ઉપર અસર તથા મર્જર અને એક્વિઝીશન્સમાં વ્યૂહાત્મક જોડાણોની ભૂમિકા તથા અન્ય વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી. આ ફ્લેગશીપ સમીટનો પ્રારંભ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દિવ્યેશ રાડીયા અને એએમએની ગવર્નીંગ કાઉન્સિલના સભ્ય ગોપી ત્રિવેદીએ કર્યો હતો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી – ડો. નરોત્તમ સાહુએ તેમના પ્રવચનમાં વિતેલા વર્ષોમાં આઈપી કલ્ચરના વિકાસ અંગેનો વિષય આવરી લઈને ગુજરાત માટેના 16 GI ટેગ્ઝ મેળવવામાં કાઉન્સિલની ભૂમિકા અંગે ઉલ્લેખ કર્યો હતો.

પ્રથમ બેઠકમાં ડિજીટલ બિઝનેસ મોડેલ્સ અને તેના અભૂતપૂર્વ વિકાસ દર અંગે ફોર્ડ ઈન્ડિયાના ડિરેક્ટર ઓફ લીગલ એફેર્સ  અનુભવ કપૂરે વિગત આપતા જણાવ્યું હતું કે ડિજીટલ યુગમાં નવા બિઝનેસ મોડેલ્સ ઉપર આઈપીની અસર વર્તાય છે. તેમણે ટેકનોલોજીના કારણે ડિજીટલ વર્લ્ડમાં આવેલા પરિવર્તનો અંગે તથા નવી એઆઈ ટેકનોલોજીસ સાથે કામ પાર પાડવા માટે પરિવર્તનની જરૂરિયાત માટે આગ્રહ રાખવાની વાત કરી હતી.

તાતા સ્ટીલના હેડ ઓફ આઈપી અને એક્સટર્નલ રિસર્ચ કોલાબરેશન  મુનીશ સુદાને ઈનોવેશનના ઓપન મોડલ અંગે વાત કરતાં સ્ટ્રેટેજીક આઈપીઆર અને આરએન્ડડીના તથા જોડાણોના તમામ તબક્કે તેના ઉપયોગ અંગે વાત કરી હતી. પોર્ટલેન્ડ ઓફિસ ઓફ ક્લેરક્વીસ્ટ ખાતે પાર્ટનર ગ્રેગરી એલ મોરેર ઉભરતી ટેકનોલોજીસ અને આઈપીમાં નવા પ્રવાહો અને પડકારો અંગે ચર્ચા કરી હતી તથા અટલ ઈનોવેશન મિશન, નીતિ આયોગના ડો. અનુરાગ ગુપ્તાએ સંકુલ સમસ્યાઓને સરળ ઉપાયો વડે હલ કરવા અંગે વાત કરતાં મોનેટાઈઝીંગ આઈપી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કેપજેમીની એન્જીનિયરીંગના લીગલ લીડરશીપ અને ગ્લોબલ આઈપી હેડ- લક્ષીકા જોષીએ ટેકનોલોજી ટ્રાન્સફર દરમ્યાન આઈપી સંબંધિત સંકુલતાઓ અંગે વાત કરી હતી.

વાય જે ત્રિવેદીના સિનિયર પાર્ટનર  જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે હવે આઈપી ટ્રેડમાર્ક, કોપીરાઈટસ, પેટન્ટસ અને ડિઝાઈન્સ પૂરતી મર્યાદિત નથી, પણ ઘણાં વ્યાપક ક્ષેત્રોને આવરી લે છે. આ સમીટમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસના સંદર્ભમાં નિષ્ણાત વક્તાઓએ ચર્ચા કરી હતી.