અમદાવાદ, 10 જૂનઃ આયુષ આર્ટ એન્ડ બુલિયન લિમિટેડ (BSE: 540718) કે જે અગાઉ AKM ક્રિએશન્સ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, તેણે 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે H2 FY25 અને FY25 માટે તેના કોન્સોલિડેટેડ ફાઈનાન્શિયલ રિઝલ્ટ્સ જાહેર કર્યા છે. 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે, કંપનીએ કામગીરીમાંથી રૂ. 73.77 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાકીય વર્ષ 24માં નોંધાયેલા રૂ. 7.33 કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે 10 ગણી વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ 25માં રૂ. 1.81 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 24માં રૂ. 26 લાખનો ચોખ્ખો નફો હતો. આ વાર્ષિક ધોરણે લગભગ 700%ની વૃદ્ધિને દર્શાવે છે. નાણાકીય વર્ષ 24માં શેર દીઠ કમાણી (EPS) રૂ. 0.21ની સરખામણીમાં રૂ. 1.81 નોંધાઈ હતી.

છેલ્લા પાંચ વર્ષમાં સ્ટ્રોંગ ગ્રોથ સાથે સેલ્સ CAGR 104% અને નેટ પ્રોફિટ 62%ની સાથે કંપની માર્ચ 2025 સુધીમાં દેવામુક્ત થઈ ગઈ હતી. માર્ચ 2025 સુધીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 20.71% (31.70 લાખ શેર ધરાવે છે) રહ્યું હતું, જે માર્ચ 2024ના રોજ 7.01% (8.70 લાખ શેર ધરાવતા હતા) નોંધાયુ હતું.

કંપની મેનેજમેન્ટ, આયુષ આર્ટ એન્ડ બુલિયન લિમિટેડે જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2025 (1 ઓક્ટોબર, 2024 – 31 માર્ચ, 2025)ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે, કંપનીએ કુલ રૂ. 47.19 કરોડની આવક નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 25ના પહેલા છ મહિના (1 એપ્રિલ, 2024 – 30 સપ્ટેમ્બર, 2024)ની કુલ આવક રૂ. 26.58 કરોડની સામે વાર્ષિક ધોરણે 77% વૃદ્ધિ દર્શાવે છે. H2 FY25માં કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 1.56 કરોડ રહ્યો હતો, જે H1FY25 દરમિયાન રૂ. 24 લાખ નોંધાયો હતો. H2 FY25માં EPS ( શેર દીઠ કમાણી ) રૂ. 1.02 રહી હતી, જે H1 FY25 દરમિયાન રૂ. 0.17 નોંધાઈ હતી.

Key Financial Highlights (Standalone)

ParticularsH2 FY25H1FY24Y-o-YFY25FY24Y-o-Y
Total IncomeRs 47.19Rs 26.5877%Rs 73.77Rs 7.331000%
Net ProfitRs 1.56Rs 0.24650%Rs 1.81Rs 0.26696%
EPS (Rs.)Rs 1.02Rs 0.17Rs 1.81Rs 0.21
(Figures in Rs. Crores)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)