સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા Q1 PAT વાર્ષિક ધોરણે 110% વધીને રૂ. 880 કરોડ
મુંબઇ, 18 જુલાઇઃ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કર પછીના તેના નફામાં વાર્ષિક ધોરણે 110 ટકા વૃદ્ધિ નોંધાવી રૂ. 879.94 કરોડ નોંધાવ્યો છે. ક્રમિક ધોરણે, ચોખ્ખો નફો લગભગ 9 ટકા વધ્યો છે.બેંકનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) રેશિયો એક વર્ષના આધાર પર 30 જૂનના રોજ 4.54 ટકા થયો હતો, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 4.95 ટકા હતો. જોકે, ત્રિમાસિક ધોરણે ગ્રોસ એનપીએ રેશિયો નજીવો વધ્યો છે. એક ક્વાર્ટર અગાઉના સમયગાળામાં તે 4.50 ટકા હતો.
બેંકનો નેટ એનપીએ રેશિયો 30મી જૂને 0.73 ટકા થયો હતો, જે 31મી માર્ચના રોજ 1.23 ટકા અને 30 જૂન, 2023ના રોજ 1.75 ટકા હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)