ગૌતમ અદાણીએ પરીવાર સાથે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કર્યા
અયોધ્યા, ૨ એપ્રિલ ૨૦૨૬: અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ, તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે આજે અયોધ્યા ખાતે રામ મંદિરના દર્શનાર્થે ગયા હતા. નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં સંસ્થાકીય વાતચીત માટે જતા પૂર્વે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ભક્તિ અને સભ્યતાના પ્રતીક સમા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના જન્મસ્થળે આવેલા રામ મંદિરમાં તેઓએ પરિવારસહ પૂજા-અર્ચના કરી હતી.
અદાણીએ કહ્યું કે જોગાનુજોગ આજે હનુમાન જયંતિના દિને અયોધ્યાની તેમની મુલાકાત એક ઊંડી શ્રધ્ધા અને સેવા ભાવનાની વ્યક્તિગત આ ક્ષણ પોતાની આસ્થા વ્યાપક રાષ્ટ્રીય હિતની કથા સાથે આપોઆપ ભળી હતી.
આ મુલાકાત વેળા તેમણે સંવાદદાતાઓ સાથે વાત કરતા કહયું હતું કે જ્યારે શિક્ષણ મૂલ્યોમાં મૂળ ધરાવે છે, ત્યારે તે ફક્ત વ્યક્તિઓને જ આકાર આપતું નથી, પરંતુ તે રાષ્ટ્રના ભવિષ્યને પણ આકાર આપે છે. આવતીકાલની તકો માટે તૈયારી કરતી વખતે આપણી જવાબદારી આ પરંપરાઓને આગળ ધપાવવાની છે. ભલે દેશ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યો હોય છતાં ભારતની જ્ઞાન પ્રણાલીઓનું જતન કરવાની અદાણીએ તાકીદ કરી હતી. સમાજોત્કર્ષની જવાબદારી અદા કરતા અદાણી સમૂહના સામાજિક કલ્યાણ અને વિકાસ અંગ અદાણી ફાઉન્ડેશન AI-સક્ષમ પ્રયોગશાળા દ્વારા પરંપરા અને ટેકનોલોજીના સંકલનને સક્ષમ કરીને ગુરુકુળ ઇકોસિસ્ટમને ટેકો આપવાની તેમણે ખાતરી આપી હતી.
આજની આ મુલાકાત આ પરંપરાઓ સાથે અદાણીના સતત જોડાણના પરિપ્રેક્ષ્યમાં યોજાઇ હતી. આ પરંપરામાં ગયા વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળો અને પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનો સમાવેશ થાય છે, જેને તેમણે સામૂહિક રાષ્ટ્રીય પરિપૂર્ણતાની ક્ષણ તરીકે વર્ણવ્યું હતું. ભારતનો ઇતિહાસ, ભાષાઓ, ફિલસૂફી અને સાંસ્કૃતિક વારસા સાથે મજબૂત જોડાણને પ્રોત્સાહન આપતી પહેલ દ્વારા ભારતીય શાસ્ત્રના અભ્યાસને આગળ વધારવા માટેના તેમના સમર્થનનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
