અમદાવાદ, 13 એપ્રિલઃ પ્રાઈમરી માર્કેટમાં પણ જિયો પોલિટિકલ ક્રાઇસિસનો માહોલ સર્જાયેલો છે. ઇશ્યૂઓની સંખ્યા તેમજ લિસ્ટિંગ પછી રિટર્ન બન્નેમાં ઘટાડો થઇ રહ્યો છે. તેના કારણે સબસ્ક્રિપ્શન ઉપર પણ અસર જોવા મળી રહી છે. 13 એપ્રિલથી શરૂ થતા આ સપ્તાહે ફક્ત બે નવી કંપનીઓ તેમના જાહેર ઇશ્યૂ લોન્ચ કરવા માટે તૈયાર છે. મેઇનબોર્ડમાંથી એક અને એક SME સેગમેન્ટમાંથી.

મેઇનબોર્ડમાં એકમાત્ર આઇપીઓની થશે એન્ટ્રી

EAAA ટ્રાન્સઇન્ફ્રા મેનેજર્સ દ્વારા સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, 17 એપ્રિલના રોજ સબ્સ્ક્રિપ્શન માટે તેનો રૂ. 1,105 કરોડનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) ખોલશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 99-100 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી છે. પબ્લિક ઇશ્યૂ 21 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. રોકાણકારો (એન્કર બુક સિવાય) ઓછામાં ઓછા 150 યુનિટ માટે અને ત્યારબાદ 150 યુનિટના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.

દરમિયાન, પાવર ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC કંપની, ઓમ પાવર ટ્રાન્સમિશન, 13 એપ્રિલના રોજ તેનો રૂ. 150 કરોડનો પબ્લિક ઇશ્યૂ બંધ કરશે અને 17 એપ્રિલના રોજ સપ્તાહ દરમિયાન શેરબજારમાં લિસ્ટિંગ પણ કરાવે તેવી શક્યતા છે. છેલ્લા બે સત્રોમાં ઓફર 71 ટકા સબસ્ક્રાઇબ થઈ હતી.

પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની માલિકીની પ્રોપશેર સેલેસ્ટિયાનો રૂ. 245 કરોડનો IPO પણ આ અઠવાડિયે 16 એપ્રિલના રોજ સબ્સ્ક્રિપ્શન માટે બંધ થશે. ઓફરમાં પહેલા દિવસે એટલે કે 10 એપ્રિલે 65 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.

એસએમઇ સેગ્મેન્ટમાં ગુજરાતની એક કંપનીનો આઇપીઓ યોજાશે

SME સેગમેન્ટમાં ગુજરાત સ્થિત મલ્ટી-બ્રાન્ડ મોબાઇલ રિટેલ ચેઇન મેહુલ ટેલિકોમ દ્વારા રૂ. 28 કરોડનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) પણ 17 એપ્રિલે ખુલશે. કંપનીએ તેના SME પબ્લિક ઇશ્યૂ માટે પ્રતિ શેર રૂ. 96-98ની કિંમત નક્કી કરી છે.

આ સપ્તાહે લિસ્ટિંગ માટે 3 આઇપીઓ જોવા મળશે લાઇનમાં

મેઇબોર્ડ સેગ્મેન્ટમાંથી ઓમ પાવર ટ્રાન્સમિશન 17 એપ્રિલે SME સેગમેન્ટમાં, સેફ્ટી કંટ્રોલ્સ અને ડિવાઇસીસ અને Emiac ટેક્નોલોજીસ 13 એપ્રિલથી BSE SME પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)