મુંબઈ, 20 ફેબ્રુઆરી, 2026: ગલ્ફ ઓઈલ લુબ્રિકેન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ(GOLIL) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (કૃષિ ઉપકરણ બિઝનેસ- મહિન્દ્રા ટ્રેક્ટર્સ ડિવીઝન)એ ગઈકાલે તેની ભાગીદારીના વ્યૂહાત્મક મલ્ટી-યર રિન્યુઅલની જાહેરાત કરી છે, જેથી એક દાયકાથી વધારે સમયથી જે સહયોગ ચાલ્યો આવે છે તેને વધુ મજબૂતી મળી છે.

આ એગ્રીમેન્ટને મહિન્દ્રા-ફાર્મ ટ્રેક્ટર ડિવીઝનના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ-SSU, આર.વીરારાઘવન અને ગલ્ફ ઓઈલ લુબ્રિકેન્ટ્સ ઈન્ડિયા લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર અને CEO, શ્રી રવિ ચાવલાએ મુંબઈમાં એક સકાર્યક્રમમાં અધિકૃત મંજૂરી આપી.

રિન્યુઅલ અંગે ટિપ્પણી કરતાં ગલ્ફ ઓઈલ લુબ્રિકેન્ટ્સ ઈન્ડિયા લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર અને CEO રવિ ચાવલાએ જણાવ્યું હતું કે, “મહિન્દ્રા ટ્રેક્ટર્સની સાથે અમારી નવી ભાગીદારી અમારા જોડાણની મજબૂતી અને તેને ચલાવનાર શેર કરેલ વેલ્યુનો ઉત્તમ પૂરાવો છે. ગ્રોથ માટે ભાગીદારીની અમારી લાંબા ગાળાની ફિસલુફી પ્રમાણે અમે છેલ્લા દસ વર્ષથી સતત વિશ્વાસપાત્ર પર્ફોમન્સ અને સેવા સંબંધિત મંજૂરી આપી છે, જેથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને સતત વેલ્યુ પ્રાપ્ત થયું છે. આ એક્સટેન્શન એક નવા ચેપ્ટરની શરૂઆત કરે છે કે જ્યાં અમે ઈનોવેટ કરવા, ચેનલ પાર્ટનર્સ માટે સર્વિસને વધુ સારી બનાવવા તથા મહિન્દ્રાના ગ્રાહકો માટે લાંબા સમય સુધી ચાલનાર વેલ્યુનું નિર્માણ જાળવી રાખશું.”

આ અનેક વર્ષોનું રિન્યુઅલ- અત્યાર સુધીની સફરમાં સૌથી લાંબા-બન્ને કંપની વચ્ચેનો ઊંડો વિશ્વાસ તથા એક જેવા દ્રષ્ટિકોણને દર્શાવે છે. આ મહિન્દ્રાના ટ્રેક્ટર ઈકોસિસ્ટમમાં ટેકનોલોજીકલ ઈનોવેશનને આગળ વધારવા, સપ્લાઈ ચેઈનની કાર્યદક્ષતાને મજબૂત કરવા તથા ગ્રાહક સેવાને વધુ સારી કરવા માટે એક સાથે કરવામાં આવેલ કટિબદ્ધતાને દર્શાવે છે. આ એગ્રિમેન્ટ સાથે જ પાર્ટનરશિપના પૂરા સમય માટે ગલ્ફ ઓઈલ પાસે બિઝનેસનો સૌથી મોટો હિસ્સો હશે.

આ રિન્યુઅલ એક વ્યુહાત્મક જોડાણને વધારે મજબૂત કરે છે, જે વર્ષ 2011માં મહિન્દ્રા ઓટોમોટિવ સાથે એક કો-બ્રાન્ડેડ પહેલ સાથે શરૂ થઈ હતી અને વર્ષ 2014માં ટ્રેક્ટર્સ ડિવીઝન સુધી આગળ વધેલ છે. છેલ્લા 12 વર્ષમાં આ ભાગીદારી ગલ્ફ ઓઈલના સૌથી લાંબા સમય સુધી ચાલનાર OEM સંબંધ પૈકી એક બની ગયેલ છે, જે વિશ્વાસ, વિશ્વાસપાત્ર ઉત્પાદનના પર્ફોમન્સ, વધારે સારી સેવા અને ઈનોવેશન તથા માર્કેટ ગ્રોથ પર એક જેવું ફોકસ પર બનેલ છે. ડિજિટલ પહેલો, સારા સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ અને અસરકારક જોઈન્ટ માર્કેટીંગ કેમ્પેઇનમાં રોકાણ મારફતે આ સહયોગ સતત મજબૂત થયેલ છે, જેથી તમામ હિતધારકોને ગ્રોથ અને વેલ્યુ મળેલ છે.